Navratri 2022 : નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે.  હવામાન વિભાગની આગાહી પ્રમાણે, નવરાત્રીમાં સામાન્ય વરસાદ રહેશે . નવરાત્રીમાં દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. 23 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ રહેશે. રાજ્યમાં ભારે વરસાદની શકયતા નહિવત.


25 અને 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં રહેશે વરસાદ .ચોમાસુ વિદાય લેવાની કચ્છથી શરૂઆત થઈ છે. જતાજતા  કેટલાક વિસ્તરાઓમાં વરસાદ રહે તેવી શકયતા છે. 


Gujarat Monsoon : હવામાન વિભાગની આગાહી પ્રમાણે મંગળવારથી ચોમાસાની વિદાયની શરૂઆત
Gujarat Monsoon : કચ્છમાં હવામાન ખાતાની આગાહી પ્રમાણે મંગળવારથી ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ગઈ છે. ભારતીય હવામાન ખાતાએ મંગળવારે 2022ના નૈઋત્ય ચોમાસાની દેશમાંથી સૌપ્રથમ વિદાય પશ્ચિમી રાજસ્થાન અને કચ્છના વાયવ્ય ખૂણેથી થઇ ગઇ હોવાની જાણકારી આપી હતી. કચ્છમાં ચોમાસાના 86 દિવસમાં 185ની સ્ટ્રાઇક રેટ ટકાવારીથી અધધ 845 મીમી વરસાદ થયો.


મોનસુન 2022ની વિદાયની ટાઇમ લાઇન કચ્છના લખપત તાલુકા સુધી બતાવાઇ. કચ્છમાં ચોમાસાના 86 દિવસમાં સરેરાશ 456 મીમી વસરાદની સામે અધધ 845 મીમી વરસાદ નોંધાયો.


Gujarat assembly session : કોંગ્રેસના ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ, ધારાસભ્યોને ઊંચકીને ગૃહ બહાર લઈ જવાયા


ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ટૂંકા સત્રનો પ્રારંભ થતાં જ કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. વિવિધ પ્રશ્નોને લઈને ગૃહમાં વિપક્ષે નારા લગાવ્યા હતા. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો વેલમા આવી ગયા. વેલમા આવેલ કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યોને આજના દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બીજી તરફ સાર્જન્ટ દ્વારા તમામ ધારાસભ્યોને ઊંચકીને ગૃહ બહાર લઈ જવાયા હતા. 


કોંગ્રેસના નારા અને હોબાળો ચાલુ. વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને શાંતિ રાખવા અપીલ કરી. સરકારી કર્મચારીઓના પ્રશ્નો અને આંદોલનો બાબતે ચર્ચા કરવા માટે શૈલેષ પરમારની માગણી. સરકારને વિનંતી કરીએ છીએ. તમામ વિભાગના કર્મચારીઓના પ્રશ્નો છે. કોંગ્રેસની માગણી છે કે આંદોલનો ચાલે છે એની ચર્ચા કેમ ના થાય. સરકાર એનો જવાબ આપે . 


વિધાનસભાના ચોમાસા સત્રની શરૂઆત, ટૂંકી મુદ્દતના પ્રશ્નથી શરૂઆત 


ધારાસભ્ય ભરત પટેલ ચોમાસામા વરસાદના કારણે રસ્તાના થયેલા નુકશાન બાબતે ચર્ચા થશે. ધારાસભ્ય શશિકાંત પંડ્યાના ભારે વરસાદના કારણે બનાસકાંઠા અને જામનગર મા ખેતી મા થયેલા નુકશાન બાબતે થશે ચર્ચા. એક કલાક ચાલશે ટૂંકી મુદ્દતના પ્રશ્નો પર ચર્ચા. વિપક્ષ ટૂંકી મુદ્દત ના પ્રશ્નો ની ચર્ચા દરમિયાન અપનાવી શકે છે આક્રમક રૂખ. વિધાનસભાના પૂર્વ સભ્યોના નિધનને લઈ શોક દર્શક ઉલ્લેખ ગૃહમાં થશે રજૂ. પૂર્વ સભ્યો ના નિધન પર આપવામા આવશે શ્રદ્ધાંજલિ. વિવિધ વિભાગો ના કાગળ મેજ પર મુકવામા આવશે. અનુમતિ મળેલા વિધાયકો મેજ પર મુકવામા આવશે.


પ્રથમ દિવસની બેઠકમા ઢોર નિયંત્રણ બિલ રાજ્યપાલના સંદેશા સાથે પરત કરવાની ગૃહમાં વિધાનસભા અધ્યક્ષ કરશે જાહેરાત. ઢોર નિયંત્રણ બિલ પરત ખેંચવામા આવશે. ઢોર નિયંત્રણ બિલને લઈ વિપક્ષ કરી શકે છે હોબાળો. ગુજરાત શહેરી વિસ્તારોમા ઢોર નિયંત્રણ (રાખવા અને હેરફેર કરવા) બાબત ના બિલ પાછું ખેંચવા અનુમતિ માંગતો પ્રસ્તાવ ગૃહ મા મુકવામા આવશે. શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડીયા લાવશે પ્રસ્તાવ. ત્રણ સરકારી વિધાયકો પણ ગૃહમાં થશે રજૂ. ગુજરાત માલ અને સેવા વેરો સુધારા વિધેયક ગૃહમાં થશે રજૂ. ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક ગૃહ મા થશે રજૂ. ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન) વિધેયક થશે રજૂઆત.


ટૂંકી મુદતના પ્રશ્નોથી સત્રની શરૂઆત. નેતા વિપક્ષ સુખરામ રાઠવા બોલવા ઉભા થયા. અડધા કલાક ની ચર્ચા માટે સમય આપવા રજુઆત કરી.  કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો વિધાનસભામા ઉભા થયા. હાથમાં પ્લે કાર્ડ રાખીને વિરોધ નોંધાવ્યો. સત્ર ચાલુ થાય તે પહેલાં જ હોબાળો. ગૃહમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો પોતાની જગ્યા પર ઉભા થયા.  મેજ તરફ નારાઓ લગાવવાતા આવ્યા.  સરકારી કર્મચારીઓ ને ન્યાય આપો ના નારાઓ લગાવ્યા. ગૃહમાં હોબાળો કોંગ્રેસનો વિરોધ. વિવિધ પ્રશ્નો અને માંગણીઓ ને લઈને વિરોધ.  સરકારી કર્મચારી, આંદોલનકારીઓ ને ન્યાય આપવાના નારાઓ કોંગ્રેસ પક્ષ દ્વારા શરૂ.