નવસારીઃ નવસારી શહેરમાં સિટી બસમાં કર્મચારીઓની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ખાનગી સિટી બસ સેવામાં નોકરી મેળવવા માટે નગર પાલિકા પરિસરમાં  મોટી કતારો લાગી હતી. બાર વાગ્યા સુધી નગરપાલિકામાં 321 લોકોએ પોતાનો ફોર્મ ભર્યું હતું. 


સાંજ સુધીમાં ૫૦૦થી વધુ ફોર્મ ભરાવવાની શક્યતાઓ સંચાલકો દ્વારા સેવવામાં આવી છે. સિટી બસ સેવા માટે કુલ ૩૧ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. ખાલી 31 કર્મચારીઓની ભરતી માટે યુવાનોએ ફોર્મ ભરવા લાંબી લાઈનો લગાવી હતી. 

સૌરાષ્ટ્રની કઈ પાલિકામાં ભાજપના કાઉન્સિલરે રાજીનામું આપી દેતા ખળભળાટ?

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર નગરપાલિકાના ભાજપના કાઉન્સિલરે રાજીનામુ આપી દેતાં રાજકારણ ગરમાયું છે. નગરપાલિકાની ચૂંટણી પત્યાના 4 માસમાં જ બીજી વખત આ કાઉન્સિલરે રાજીનામું આપ્યુ છે. હિતેશ બજરંગ નામના કાઉન્સિલરે પાલિકા ચીફ ઓફિસરને લેખિત સ્વૈચ્છિક રાજીનામુ આપવાનો લેખિત ઉલ્લેખ કરી રાજીનામુ આપ્યું છે. 


જોકે, આ રાજીનામાને કારણે જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે.  જિલ્લા ભાજપ પ્રમુખે સમજાવટનો દોર શરૂ કર્યો છે. 


સરકારે કહ્યું, 'જુલાઇમાં 12 કરોડ વેક્સિન મળશે'; રાહુલે લખ્યું, 'જુલાઇ આવી ગયો, વેક્સિન ન આવી'


નવી દિલ્લીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં અત્યારે કોરોનારસીકરણ ચાલી રહ્યું છે. ત્યારે કોરોનાની રસીની ઉપલબ્ધીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જુલાઈ મહિનામાં કોરોનાની રસીના 12 કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવાશે. જે પ્રાઇવેટ હોસ્પિટલના સ્ટોકથી અલગ હશે. રાજ્યોને 15 દિવસ પહેલા જ અપાનારા ડોઝ અંગે સૂચના આપી દેવામાં આવશે, તેમ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ટ્વિટ કરીને જણાવ્યું છે. તેમણે ટ્વીટમાં કહ્યું છે કે, રાહુલ ગાંધીએ સમજવું જોઇએ કે કોરોના સામેની લડાઇમાં ગંભીરતા ને બદલે રાજનીતિ કરવી યોગ્ય નથી. 


Junagadh : શહેર કોંગ્રેસ પ્રમુખે પત્નીને માર્યો ઢોર માર, ઇજાગ્રસ્ત પત્ની હોસ્પિટલમાં દાખલ


જૂનાગઢઃ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ દ્વારા તેની પત્નીને માર મરાયો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. ઈજાગ્રસ્ત હાલતમાં શહેર કોંગ્રેસ પ્રમુખના પત્ની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ઘર કંકાસને કારણે અમિત પટેલ અવારનવાર પોતાની પત્ની સાથે મારકૂટ કરતાં હોવાનું તેમના પત્નીનું નિવેદન છે. 


અમિત પટેલ તેમજ તેમના બહેન દ્વારા તેમના પત્નીને વાળ પકડી ઢસડી પાઇપ વડે માર મારતા પગમાં ઇજા થયેલ છે. પોલીસ ફરીયાદ માટે કાર્યવાહી, લાંબા સમયથી અમિત પટેલ તેમના પત્ની સાથે મારકૂટ કરતાં હોય આજે સહન ન થતાં ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડાયા છે. સ્થાનિક પોલીસ દ્વારા ફરિયાદ નહીં લેવામાં આવેતો હાઇકોર્ટ સુધી જવાની ચીમકી આપી છે. પત્ની પૂનમબેન અમિતભાઈ પટેલને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.