નવસારી: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના રવાણીયા ગામની ચકચારી ઘટના સામે આવી છે. નવસારીમાં ત્રિપલ મર્ડરની હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. નવસારીના રવાણીયા ગામમાં એક પુરુષે પોતાની બે પુત્રીઓ અને પત્નીની હત્યા કરી અને બાદમાં પોતે આપઘાત કરી લેતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.
રવાણિયા ગામે એક દંપતિએ પોતાની બે માસુમ બાળાઓ સાથે આત્મહત્યા કરી છે. 7 વર્ષ અને 4 માસની બે માસૂમ બાળાને મોતને ઘાટ ઉતારી કથિત રીતે ઘરના 3 સભ્યોનું મર્ડર કરી મોભીએ અંતે આત્મહત્યા કરી છે. સમગ્ર ઘટનામાં પતિનું લગ્નેતર સબંધ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. વાંસદા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. ઘરના મોભીએ પત્ની અને બે દિકરીઓને હત્યા કેમ કરી તે અંગે હજુ કારણ અકબંધ છે. આ ઘટનામાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
કોંગ્રેસમાં ફરી આંતરિક વિરોધ સપાટી પર, જાણો લલિત વસોયા અને કિરિટ પટેલે ક્યાં મુદ્દે વ્યક્ત કરી નારાજગી
પ્રદેશ કોંગ્રેસ પ્રત્યે ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યની નારાજગી ફરી એકવાર સામે આવી છે. ધોરાજી બેઠકના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને પાટણના ધારાસભ્ય કિરિટ પટેલે આ મુદ્દે મોન તોડતા મીડિયા સમક્ષ પાર્ટી સાથેની નારાજગીના મુદ્દા વ્યક્ત કર્યાં હતા. આ કારણે પ્રદેશ પાર્ટીમાં વિવાદ સપાટી પર જોવા મળ્યો છે.
પાટણના ધારાસભ્ય કિરિટ પટેલે પાર્ટીની કાર્ય પ્રણાલી પર સવાલ ઉઠાવ્યાં છે. કિરિટ પટેલે જણાવ્યું કે, પાર્ટીની કાર્ય પદ્ધતિ જો નહી સુધરે તો કોઇ નવો નિર્ણય મક્કમ પણે લેવો પડશે. પાટણના ધારાસભ્ય કિરિટ પટેલે જણાવ્યું કે,પક્ષ વિરોધી કામ કરતાં લોકો સામે પગલા લેવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઇ પગલા ન લેવાતા પક્ષની નિષ્ક્રિયતા સામે નારાજગી વ્યક્ત કરી હતી.
લલિત વસોયાએ એબીપી અસ્મિતા સમક્ષ વાત કરતા જણાવ્યું કે, કોંગ્રેસ સંગઠન સામેની નારાજગીના મુદ્દે વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કેટલાક મુદ્દા છે. જે કોગ્રેસ હાઇકમાન્ડ સુધી પહોંચવા જોઇએ. આ મુદ્દે લલિત વસોયાએ જણાવ્યું હતું કે, , સંગઠન મજબુત નથી, કાર્યકરોની વાત સંગઠન કે હાઇકમાન્ડ સુઘી પહોંચતી નથી. કોઇ સાંભળતુ નથી અને લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસે હવે સક્રિય થવાની જરુર છે.
જગદિશ ઠાકોરે આપી પ્રતિક્રિયા
બંને ધારાસભ્યની નારાજગી પર સખત શબ્દોમાં જગદિશ ઠાકોરે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ ના આંતરિક વિખવાદો મુદ્દે તેમ જ ધારા સભ્ય કિરીટ પટેલ ના આક્ષેપોનો પણ જગદીશ ઠાકોરે જવાબ આપ્યો.. શિસ્તના મુદ્દે બાંધછોડ નહીં ચાલે તેવું જગદીશ ઠાકોરે સ્પષ્ટ કર્યું...આ ઉપરાંત આંતરિક પ્રશ્નો ની ચર્ચા માટે પક્ષનું નેતૃત્વ હંમેશા તૈયાર જ છે એવું તેમણે જણાવ્યું. આ ઉપરાંત પક્ષના પૂર્વ ધારાસભ્યોની નારાજગી બાબતે પણ તેમણે પ્રતિક્રિયા આપી... કોઈ કહે એ રીતે જ પક્ષ ચાલવું જોઈએ તેવી માનસિકતા માંથી પક્ષના લોકોએ બહાર આવવું જોઈએ તેવું જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું.