Navsari Rain News: દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને સુરત જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા અત્યંત ભારે વરસાદના રેડ એલર્ટને પગલે, આજે વહેલી સવારથી જ વીજળીના કડાકા-ભડાકા અને તીવ્ર પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. સુરક્ષાના આગોતરા પગલાં રૂપે વહીવટી તંત્ર દ્વારા તમામ આંગણવાડીઓ, શાળાઓ, કોલેજો અને આઈ.ટી.આઈ.માં શૈક્ષણિક કાર્ય બંધ રાખીને એક દિવસની સત્તાવાર રજા જાહેર કરવામાં આવી છે. 

Continues below advertisement

નવસારી જિલ્લામાં વહેલી સવારથી શરૂ થયેલા અનરાધાર વરસાદને લીધે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે ધાનેરા પોઈન્ટ અને સ્ટેશન રોડ ગણતરીના કલાકોમાં જ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં વલસાડ, વાપી અને સુરતની શાળાઓમાં પણ વહીવટી તંત્રે તુરંત રજા જાહેર કરી દીધી હતી, તેમજ અન્ય તાલુકાઓના અધિકારીઓને સ્થાનિક સ્થિતિની સમીક્ષા કરીને સ્વાયત્ત નિર્ણય લેવાની સૂચના આપવામાં આવી છે.

Continues below advertisement

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ; માંગરોળમાં સૌથી વધુ 12.64 ઈંચ વરસ્યો

બીજી તરફ, વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ધરમપુર અને કપરાડાના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં પાણીની ભયજનક આવક થઈ છે, જેના લીધે વલસાડની વાંકી અને ઓરંગા નદીઓ હાલ બંને કાંઠે વહી રહી છે. પૂરની આ પરિસ્થિતિને કારણે વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને જોડતા અંદાજે 64 જેટલા રસ્તાઓ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાયા છે. વરસાદની સૌથી વધુ અસર વલસાડ નેશનલ હાઈવે પર જોવા મળી છે, જ્યાં સુરત તરફ જતા સર્વિસ રોડ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. હાઈવે પર ગોઠણસમા પાણી ભરાઈ જવાના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે અને માર્ગ પરથી પસાર થતી શાળાઓમાં પણ તકેદારીના ભાગરૂપે રજા આપી દેવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરાઈ છે.