નવસારી: નવસારીમાં ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. ગણદેવીના દેવસર નજીક ગોડાઉનમાં આ ઘટના બની હતી. ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં ત્રણ લોકો જીવતા ભડથું થયા હતા. જ્યારે અન્ય ચાર લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અહેવાલ અનુસાર, ગણદેવીના દેવસર ગામે એક ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં આ ભીષણ આગની ઘટના બની હતી. ટ્રકમાથી કેમિકલ બેરલ ખાલી કરતા આ બનાવ બન્યો હતો. આગ લાગતા ગોડાઉનમાં કામદારો ફસાયા હતા. આ દરમિયાન ત્રણ લોકોના મોત થયાના અહેવાલ છે. જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું છે કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે. ગોડાઉનમાં કેમિકલનો જથ્થો હોવાથી આગ ઝડપથી ફેલાઇ અને કામદારોને બહાર નિકળવાનો સમય ન મળ્યો. આ બનાવ બાદ બિલીમોરા, ગણદેવી નવસારી, ચીખલીના ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. હાલ આગ પર કાબું મેળવવામાં આવ્યો છે.
ચીખલી ડિવિઝનના ડીએસપી ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું કે, ટ્રાન્સપોર્ટ વેરહાઉસમાં ટ્રકમાંથી કેમિકલના બેરલ ઉતારતી વખતે આગ ફાટી નીકળી હતી, જેના કારણે ત્રણ લોકોના મોત થયા છે અને અન્ય ત્રણ ઘાયલ થયા છે. તેઓને વલસાડ રિફર કરવામાં આવ્યા છે. અમારી તપાસ ચાલુ છે.આગ કાબૂમાં આવી ગઈ છે.
આ ઘટનામાં 3 શ્રમિકો જીવતા ભૂંજાઈ જતાં મોતને ભેટ્યા છે. જ્યારે 4 શ્રમિકો વધારે દાઝી જતાં તેમને સારવાર અર્થે વલસાડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે હજુ પણ 3 કામદારો ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. પ્રાથમિક તપાસમાં ટ્રકમાંથી કેમિકલના બેરલ ખાલી કરતી વખતે આગ ભભૂકી ઉઠી હતી. આ સમયે નીચે પણ જ્વલનશીલ કેમિકલ ઢોળાયેલું હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ.
Accident: અમદાવાદથી અયોધ્યા દર્શને જતી બસને નડ્યો અકસ્માત, 3નાં કરૂણ મોત