કચ્છના અંજારના મોડવદરમાં નદી પસાર કરતા સમયે બોલેરામાં નવ લોકો ફસાયા હતા. મળતી જાણકારી અનુસાર, અંજારના મોડવદર પાસે નદી પસાર કરતા સમયે બોલેરો પાણીમાં ફસાઇ ગઇ હતી.




પાણીના ધસમસતા પ્રવાહના કારણે બોલેરો બંધ પડી ગઇ હતી જેના કારણે બોલેરોમાં સવાર નવ લોકો ફસાઇ ગયા હતા. જોકે ગ્રામજનોએ ટ્રક મારફતે બોલેરોમાં સવાર લોકોને બચાવ્યા હતા.  ઘટનાની જાણ થતા ફાયર બ્રિગ્રેડની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ગામના સરપંચ શંભુ આહીર સહિત ગામના લોકો મદદે આવ્યા હતા.


જૂનાગઢમાં ભારે વરસાદથી ઓજત નદીનો તૂટ્યો પાળો


જૂનાગઢમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ શહેર અને તાલુકામાં પોણા 11 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે જૂનાગઢના બામણાસા નજીક ઓજત નદીનો પાળો તૂટતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.  ઓજત નદીનો પાળો તૂટતા ખેતરોમાં પાણી ભરાયા હતા.  પાણીના ધસમસતા પ્રવાહમાં કાર ફસાઈ હતી. નદીના પાણી ઘૂસતા ખેતરોમાં મોટું ધોવાણ થયું હતું.


આ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી


હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે.નવસારી ડાંગ તાપી નર્મદા ભરૂચ આણંદમાં ભારે વરસાદની આગાહી કરી છે.


રાજ્યમાં હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને મેઘરાજા ઘમરોળી રહ્યાં છે ત્યારે આ સ્થિતિમાં હજુ પણ વધુ વરસાદના સંકેત હવામાન વિભાગે આપ્યા છે. વેલ માર્ક લો પ્રેશર અને સરક્યલેશન ના કારણે આગામી 24 કલાક સૌરાષ્ટ્ર  અને ક્ચ્છ અને દક્ષિમ ગુજરાતમાં  ભારે વરસાદની આગાહી કરી છે.


નવસારી ડાંગ તાપી નર્મદા ભરૂચ આણંદમાં ભારે વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગે જામનગર દ્વારકા પોરબંદર ગીરસોમનાથ દીવમાં  ભારે વરસાદની આગાહી કરી છે. અત્યાસુધીમાં ગુજરાત 229.2 મીમી નોંધાયો છે. અત્યાર સુધીમાં ઝોન પ્રમાણે સિઝનનો કેટલો વરસાદ નોંધાયો જાણીએ.


કચ્છમાં વરસ્યો સિઝનનો સૌથી વધુ વરસાદ



  • અત્યાર સુધીમાં કચ્છમાં વરસ્યો સિઝનનો સૌથી વધુ વરસાદ

  • અત્યાર સુધીમાં કચ્છમાં સિઝનનો 76.80 ટકા વરસાદ વરસ્યો

  • અત્યાર સુધીમાં ઉ.ગુજરાતમાં સિઝનનો 25 ટકા વરસાદ વરસ્યો

  • અત્યાર સુધીમાં મધ્ય ગુજરાતમાં સિઝનનો 14.82 ટકા વરસાદ

  • અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં સિઝનનો 32.90 ટકા વરસાદ

  • અત્યાર સુધીમાં દ.ગુજરાતમાં સિઝનનો 15.86 ટકા વરસાદ


વરસાદ બન્યો વેરી, રાજ્યમાં ભારે વરસાદથી 8 લોકોનાં મોત, 11 ઘાયલ


ગુજરાતમાં રવિવારથી અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.  રાજ્યમાં ભારે વરસાદના પગલે 8 માનવ મૃત્યુ નોંધાયા છે, જ્યારે 11 લોકોને ઈજાઓ થઈ છે. વરસાદમાં વીજળી પડવાથી અને વીજકરંટથી 64 પશુઓના મૃત્યુ થયા છે. પંચમહાલ જિલ્લામાં હાલોલમાં દીવાલ પડવાથી 4 લોકોના, આણંદમાં દિવાલ પડવાથી 2 લોકોના તથા અરવલ્લીના ધનસુરામાં અને જામનગર ગ્રામ્ય પાણીમાં ડૂબી જવાથી  1-1 વ્યક્તિનું મૃત્યુ થયું છે.