અમદાવાદ: ખેડૂતો માટે ફરી માઠા સમાચાર સામે આવ્યા છે. ભરઉનાળે માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 20 અને 21 એપ્રિલે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે. 20 એપ્રિલે સુરત, ભરૂચ, વડોદરા, તાપી, નર્મદા, અમરેલી અને ભાવનગર જિલ્લામાં પડશે છૂટોછવાયો વરસાદ. સંઘપ્રદેશ દીવમાં પણ માવઠું પડશે. જ્યારે 21 એપ્રિલે ભરૂચ, સુરત, નર્મદા, તાપી, વલસાડ, નવસારી અને અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ પડશે.
હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે 2 દિવસ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ વરસશે. આ સાથે જ ભારે પવન પણ ફૂંકાશે. 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહીને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
ખાનગી સ્કૂલોનો ફી વધારો પરત ખેંચવા આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, જાણો વધુ વિગતો
અમદાવાદ: શિક્ષણના મુદ્દે ફરી આમ આદમી પાર્ટીએ ગુજરાત સરકારને પત્ર લખ્યો છે. પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પત્રકાર પરિષદ કરી કહ્યું સરકારી શાળાના મુદ્દાઓ પર આપે મજબૂત લડત આપી છે, ગુજરાતમાં ભાજપના નેતાઓએ શિક્ષણને ધંધો બનાવી દીધો છે. શિક્ષણ વેપાર કરી સરકારી શાળાઓની હાલત ખરાબ કરી છે. સરકારી સ્કૂલોમાં હાલત ખરાબ કરી નાખી એટલે ખાનગી સ્કૂલોમાં બાળકો ભણવા માટે જાય છે.
ગોપાલ ઈટાલિયાએ વધુમાં કહ્યું, ગુજરાતમાં ખાનગી શાળાઓનો રાફડો ફાટયો છે, નાના પરિવારો પર આર્થિક સંકટ આવ્યું છે. વાલીઓ પાસે પૈસા નથી ખાવા માટે પૈસા ના હોય તે બાળકોને કેવી રીતે ભણાવી શકે. પંજાબ અને દિલ્હીમાં ફી વધારા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, દિલ્હી અને પંજાબમાં ખાનગી સ્કૂલો વાલીઓ પણ દબાણ નથી કરી શકતી.