રાજ્યમા કોરોના બીજી લહેર અનેક લોકોના જીવ લઇ ચુકી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા એક એવુ ગામ છે જેમા કોરોના કાળ શરુ થયા ત્યારથી જ માત્ર એક પોઝિટીવ કેસ નોંધાયો છે અને તે પણ અમદાવાદની ટ્રાવેલીંગ હિસ્ટ્રી ધરાવતા દર્દીઓની હોવાનુ જાણવા મળ્યુ છે.
વાત એક એવા ગામની કરવી છે કે જે આવેલું તો છે ધ્રાંગધ્રા તાલુકાના છેવાડામાં. આ ગામની જાગૃતિનું ઉદાહરણ આખા ધ્રાંગધ્રામાં આપવામાં આવે છે. કોરોના મહામારીમાં અનેક ગામડાઓમાં કોરોના સંક્રમણ જબરદસ્ત રીતે વધ્યું છે. ત્યારે ધ્રાંગધ્રાના સુલતાનપુર ગામમાં હાલ એક પણ કોરોનાનો કેસ નથી. અહીંના લોકોમાં શિક્ષણનો ભલે અભાવ હોય પરંતુ આરોગ્ય પ્રત્યેની જાગૃતિમાં અવલ્લ નંબરે છે.
સુલતાનપુર ગામ બાદ કચ્છના નાના રણનો વિસ્તાર શરુ થાય છે અને હાલ અહીં સદંતર સ્વૈચ્છીક લોકડાઉન જેવો માહોલ જોવા મળે છે. પરંતુ સુલતાનપુરા ગામમાં કોરોનાનો એક પણ કેસ ન હોવા છતાં અહીંના સ્થાનિક તલાટી , સરપંચ , આચાર્ય સહિતના લોકો દર ત્રણ દિવસે સેનેટાઇઝ કરી ગામમા કોરોના અંગે જાગૃતિ ફેલાવવામાં આવે છે. સાથે ગામની પ્રાથમિક શાળામા ઇમરજન્સી આઇશોલેસન વોર્ડ પણ બનાવવામાં આવ્યો છે.
અહીં નાના બાળકોથી માંડીને વૃધ્ધ કોઇપણ સરકારની ગાઈડલાઈનનું પાલન કરે છે. આ ગામની 4 હજારની આસપાસની વસ્તી છે. મોટા ભાગના લોકો અગરિયા છે. જેઓ રણમાં મીઠાનું મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 12978 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે. નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી વધુ 152 લોકોનાં મૃત્યુ થયા છે. તેની સાથે કોરોના (Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7508 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં ગઈકાલે 11146 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 440276 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 46 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 146818 પર પહોંચ્યો છે. જેમાંથી 722 લોકો વેન્ટિલેટર પર અને 146096 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.05 ટકા છે.
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 26, સુરત કોર્પોરેશન-9, મહેસાણા-2, વડોદરા કોર્પોરેશન 11, ભાવનગર કોર્પોરેશન 5, રાજકોટ કોર્પોરેશ 10, જામનગર કોર્પોરેશન- 7, સુરત 4, જામનગર-6, બનાસકાંઠા 3, ભાવનગર 6, વડોદરા 8, ખેડા 0, પાટણ 2, કચ્છ 3, મહીસાગર 1, ગાંધીનગર 0, આણંદ 0, ગાંધીનગર કોર્પોરેશન 0, જૂનાગઢ 6, જૂનાગઢ કોર્પોરેશન 3, સાબરકાંઠા 4, રાજકોટ 5, નર્મદા 1, અમરેલી 3, વલસાડ 1, પંચમહાલ 2, ગીર સોમનાથ 0, છોટા ઉદેપુર 2, નવસારી 1, સુરેન્દ્રનગર 7, મોરબી 1, તાપી 0, અરવલ્લી 1, દાહોદ 2, અમદાવાદ 1, પોરબંદર 0, ભરૂચ 6, દેવભૂમિ દ્વારકા 2, બોટાદ 2 અને ડાંગ 0 મોત સાથે કુલ 153 લોકોના મોત થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 4683, સુરત કોર્પોરેશન 1494, મહેસાણા-565, વડોદરા કોર્પોરેશન 523, ભાવનગર કોર્પોરેશન 436, રાજકોટ કોર્પોરેશન 401, જામનગર કોર્પોરેશન- 398, સુરત 389, જામનગર-309, બનાસકાંઠા 226, ભાવનગર 222, વડોદરા 212, ખેડા 174, પાટણ 173, કચ્છ 169, મહીસાગર 169, ગાંધીનગર 162, આણંદ 161, ગાંધીનગર કોર્પોરેશન 153, જૂનાગઢ 147, જૂનાગઢ કોર્પોરેશન 146, સાબરકાંઠા 142, રાજકોટ 127, નર્મદા 121, અમરેલી 119, વલસાડ 117, પંચમહાલ 109, ગીર સોમનાથ 104, છોટા ઉદેપુર 97, નવસારી 97, સુરેન્દ્રનગર 92, મોરબી 90, તાપી 89, અરવલ્લી 80, દાહોદ 67, અમદાવાદ 61, પોરબંદર 53, ભરૂચ 44, દેવભૂમિ દ્વારકા 30, બોટાદ 27 અને ડાંગમાં એક પણ કેસ ન નોંધાતા કુલ 12978 કેસ રાજ્યમાં નોંધાયા છે.
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 4980, સુરત કોર્પોરેશન-1795, રાજકોટ કોર્પોરેશ 605, વડોદરા કોર્પોરેશન-547, મહેસાણા-517, ભાવનગર કોર્પોરેશન 410, સુરત 393, જામનગર કોર્પોરેશન- 390, જામનગર-353, વડોદરા 236, બનાસકાંઠા 198, ખેડા 196, પાટણ 169, નવસારી 164, ભાવનગર 163, કચ્છ 161, ગાંધીનગર 160, ગાંધીનગર કોર્પોરેશન 160, જૂનાગઢ કોર્પોરેશન 147, આણંદ 146, દાહોદ 144, જૂનાગઢ 136, મહીસાગર 135, સાબરકાંઠા 135, પંચમહાલ 133, વલસાડ 133, અરવલ્લી 127, સુરેન્દ્રનગર 117, ભરૂચ 113, ગીર સોમનાથ 106, મોરબી 102, તાપી 96, રાજકોટ 95, અમદાવાદ 80, નર્મદા 63, પોરબંદર 56, છોટા ઉદેપુર 54, અમરેલી 45, દેવભૂમિ દ્વારકા 41, બોટાદ 24 અને ડાંગ 22 કેસ સાથે કુલ 13847 કેસ નોંધાયા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 98,73,963 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 25,57,405 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,24,31,368 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.