મહત્વની વાત એવી છે કે, ગુજરાતના ત્રણ જિલ્લા એવા છે જ્યાં કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો. આ ત્રણેય જિલ્લા અને શહેરના લોકો દ્વારા પણ લોકડાઉનનો ચુસ્ત પણે અમલ કરવામાં આવી રહ્યો છે. અમરેલી, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં કોરોના વાયરસનો એકપણ કેસ નથી નોંધાયો.
નોંધનીય છે કે, અમરેલીમાં 3408 લોકોનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો જોકે આ તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો જોકે આ તમામ લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે. દેવભૂમિ દ્વારકામાં 816 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યાં છે જ્યારે જૂનાગઢમાં 1775 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યાં છે.