રાજ્યમાં કોરોના લગભગ ખત્મ થવાને આરે છે. રાજ્યના 13 જિલ્લાઓમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 285 નવા કેસ નોંધાયા હતા જ્યારે 302 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.66 ટકા પર પહોંચ્યો છે.
જે 13 જિલ્લામાં કોરોનાનો નવો કેસ નથી નોંધાયો તેમાં અમદાવાદ, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, નર્મનદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડ જિલ્લાનો સમાવેશ થાય છે.
રાજ્યમાં હાલ 1781 એક્ટિવ કેસ છે, જેમાંથી 30 લોકો વેન્ટિલેટર પર અને 1751 લોકો સ્ટેબલ છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4399 પર પહોંચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 302 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેની સાથે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,58,270 પર પહોંચી છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા
રાજ્યમાં આજે વડોદરા કોર્પોરેશનમાં 67, અમદાવાદ કોર્પોરેશનમાં 49, સુરત કોર્પોરેશનમાં 42 , રાજકોટ કોર્પોરેશનમાં 39, વડોદરામાં 10, ગીર સોમનાથ-8, રાજકોટ-8, કચ્છ 6, ભાવનગર કોર્પોરેશન-5, ગાંધીનગર કોર્પોરેશન-5 અને જામનગરમાં 5 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો, આ 13 જિલ્લામાં ન નોંધાયો એક પણ કેસ, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Feb 2021 08:15 PM (IST)
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 285 નવા કેસ નોંધાયા હતા જ્યારે 302 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.66 ટકા પર પહોંચ્યો છે.
પ્રતિકાત્મક તસવીર
- - - - - - - - - Advertisement - - - - - - - - -