સોમનાથઃ શિવસેના અને કંગના રનૌત વચ્ચે તકરાર બહુ વધી ગઇ છે. બીએમસીએ કંગનાની પાલી હિલ સ્થિત ઓફિસને ગેરકાયદે બતાવીને તોડી પાડી, આ મામલે કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકારે સીધે સીધી તકરાર થઇ છે. ત્યારે કંગના રનૌતે સોમનાથ મંદિરને લઈને ટ્વિટ કર્યું છે અને એક ફોટો પણ પોસ્ટ કર્યો છે જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.

કંગનાની આ ટ્વિટમાં સોમનાથ મંદિરને લઈ લખ્યું છે કે, સુપ્રભાત દોસ્તો આ ફોટો સોમનાથ મંદિરનો છે, સોમનાથને કેટલાંક લોકોએ ખરાબ રીતે ઉજાડ્યું, પરંતુ ઈતિહાસ સાક્ષી છે કે ક્રૂરતા અને અન્યાય કેટલો પણ શક્તિશાળી કેમ ન હોય આખરે જીત ભક્તિની જ થાય છે, હર હર મહાદેવ..... કંગનાએ એક વર્ષ પહેલા સોમનાથની મુલાકાત લીધી હતી. જેની તસવીર શેર કરવાની સાથે તેણે આ ચાબખા માર્યા છે.



કંગનાએ બીએમસીની આ કાર્યવાહીને કોર્ટમાં પડકારી છે. હવે આ મામલાને ધ્યાનમાં રાખીને કંગનાએ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી શિવસેના સંસ્થાપક બાલા સાહેબનો એક જુનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો મારફતે કંગનાએ શિવસેના પર નિશાન તાક્યુ છે.

કંગનાના વકીલે સુનાવણીમાં કહ્યું કે, બીએમસીએ કંગનાને 2 કરોડનુ નુકશાન પહોંચાડ્યુ છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં કંગનાની સાથે સાથે બીજેપીએ રાજનીતિ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે.