અમદાવાદઃ આજે ગાંધીનગર કોર્પોરેશન સાથે ભાણવડ નગરપાલિકા, થરા નગરપાલિકા અને ઓખા નગર પાલિકાની ચૂંટણીની મતગણતરી પણ થઈ રહી છે. ત્યારે સૌથી પહેલા ઓખા નગરપાલિકાના એક વોર્ડનું પરિણામ જાહેર થઈ ગયું છે. 36 બેઠકો ધરાવતી ઓખા નગર પાલિકાના વોર્ડ નંબર-1ની આખી પેનલ ભાજપના ફાળે ગઈ છે. આ સિવાય બે બેઠકો બિનહરીફ હતી. આ સાથે ઓખા નગર પાલિકામાં ભાજપનો 6 બેઠકો પર વિજય થઈ ગયો છે. ભાજપના ભાસ્કર મોદી, નવીન ગોહેલ, ઉષાબેન ગોહેલ, અને અમિત જતનીયાની થઈ જીત.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે રવિવારે મતદાન સમાપ્ત થયું હતું. આજે મંગળવારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે મતગણતરી હાથ ધરાઈ છે. અને ક્યો પક્ષ જીતશે તેના પર સૌની નજર છે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટેની મતગણતરી સવારે 9 વાગ્યે શરૂ થઈ છે. સામાન્ય રીતે કોઈ પણ મતગણતરી સવારે 8 વાગ્યે શરૂ થતી હોય છે ત્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મતગણતરી 5 જગ્યા પર હાથ ધરાશે. આ મતગણતરી સેકટર 15 માં આવેલી કોલેજોમાં હાથ ધરાશે. આ પૈકી ગાંધીનગર મહાનગર પાલિકાના વોર્ડ 9,10,11 ની મતગણતરી આર્ટસ કોલેજ ખાતે યોજાશે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મતગણતરી માટે 11 ટેબલ તૈયાર કરાઈ રહ્યા છે. સત્તાવાર સૂત્રો પાસેથી અપાયેલી માહિતી પ્રમાણે 1 વોર્ડની મતગણતરી પૂર્ણ થયા બાદ બીજા વોર્ડની મતગણતરી હાથ ધરાશે અને કોરોના ગાઇડલાઈનના પાલન સાથે મતગણતરી યોજાશે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે રવિવારે મતદાન સમાપ્ત થઈ ગયું છે. સોમવારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે મતગણતરી હાથ ધરાવાની છે અને ક્યો પક્ષ જીતશે તેના પર સૌની નજર છે ત્યારે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ 28 સીટો સાથે આમ આદમી પાર્ટી જીતીને આવશે અને સત્તા કબજે કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઈસુદાન ગઢનીએ દાવો કર્યો છે કે, લોકો પરિવર્તન ઈચ્છે છે તેથી આમ આદમી પાર્ટીને તક આપશે, જ્યારે ભાજપ બીજા ક્રમે આવશે અને કોંગ્રેસ ત્રીજા સ્થાને આવશે.