ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી અગાઉ વધુ એક પૂર્વ ધારાસભ્ય ભાજપમા સામેલ થશે. મળતી જાણકારી અનુસાર, આવતીકાલે ગઢડાના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારુ ભાજપમાં જોડાશે. પ્રવીણ મારુએ પોતાના સમર્થકોને અમદાવાદના ગોતા સર્કલ પાસે એકત્ર થવા આહ્વાન કર્યું છે. ગોતા સર્કલથી રેલી સ્વરૂપે પ્રવીણ મારુ કમલમ પહોંચી કેસરિયો ખેસ પહેરશે. કૉંગ્રેસ સાથે છેડો ફાડનાર પ્રવીણ મારુએ વર્ષ 2020માં ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.
2017 બાદ આ નેતાની ભાજપમાં થઈ ઘર વાપસી
સાણંદના પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડની ભાજપમાં ઘર વાપસી થઈ છે. કમાભાઈને આજે ભાજપનો ખેસ પહેરાવી પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા હતા. કમાભાઈ રાઠોડ તેના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. ગુજરાત બીજેપી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને સીએમ ભુપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
2017 પહેલાં કમાભાઈ રાઠોડ ભાજપના જ ધારાસભ્ય હતા
તમને જણાવી દઈએ કે, 2017 પહેલાં કમાભાઈ રાઠોડ ભાજપના જ ધારાસભ્ય હતાં. પરંતુ 2017ની ચૂંટણીમાં ટિકીટ કપાતાં ભાજપની સામે બળવો કરીને કમાભાઈ રાઠોડ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યાં હતાં.તો બીજી તરફ અહેમદ પટેલની રાજ્યસભા ચૂંટણી વખતે સાણંદમાં ધારાસભ્ય કરમસિંહ પટેલે ક્રોસ વોટિંગ કરીને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. બાદમાં કરમસિંહ પટેલ અને તેમના પુત્ર કનુ પટેલ ભાજપમાં જોડાયા. કોંગ્રેસમાંથી આવેલા કરમસિંહ પટેલના પુત્ર કનું પટેલને 2017માં સાણંદ બેઠક પર ટિકીટ અપાય. ત્યારે નારાજ થયેલા કમાભાઈ રાઠોડે સાણંદ બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જે બદલ ભાજપે કમાભાઈ રાઠોડને વર્ષ 2017માં પાર્ટીમાં અશિસ્ત બદલ 6 વર્ષ માટે સંસ્પેન્ડ કરી દીધા હતા. 2017 ચૂંટણીમાં સાણંદ બેઠક પર તેઓ અપક્ષ તરીકે લડ્યા હોવા છતાંય 49 હજાર મતો મળ્યા હતા. કમાભાઈ સાણંદ બેઠકનો ક્ષત્રિય ચહેરો અને નાડોદા સમાજના આગેવાન છે.
કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર, પારો 44 ડિગ્રીએ પહોંચવાની કરવામાં આવી આગાહી
EPFOએ આપ્યા સારા સમાચાર! હવે ઘરે બેઠા થશે આ મહત્વપૂર્ણ કામ, કરોડો ખાતાધારકોને મળશે ફાયદો
COVID-19 Booster Dose: કોરોના વેક્સિનના બૂસ્ટર ડોઝ પહેલા અને પછી આ વાતોનું રાખો ખાસ ધ્યાન
અમદાવાદની સ્કૂલમાં ફરી થઈ કોરોનાની એન્ટ્રી, ધોરણ 2ના વિદ્યાર્થીને લાગ્યો ચેપ