Banaskantha : ગુજરાતી સાહિત્યના એક કહેવત છે કે જે ગામમાં લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે. એટલે કે લાલચુ વ્યક્તિને ધુતારાઓ સરળતાથી લૂંટી જાય છે. આ કહેવત વધુ એક વાર સાર્થક સાબિત થઇ છે રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં. બનાસકાંઠા જિલ્લામાં ઓનલાઇન ગેમમાં રોકાણ કરી બમણું વળતર મેળવવાની લાલચે લોકોએ 100 કરોડ રૂપિયા ગુમાવ્યા છે.
વાત એમ છે કે દાનીડેટા નામની એક ઓનલાઇન એપ્લિકેશથી ફુટબોલ મેચમાં રોકાણ કરવાથી બે ગણું વળતર મળશે એવી લાલચ આપવામાં આવી હતી. મેચના સટ્ટામાં એક કા ડબલમાં વેપારી, ડોક્ટર,સહિત અનેક અધિકારીઓએ પૈસા રોક્યા હોવાની જાણકરી મળી રહી છે. જો કે આ એપ્લિકેશનમાં અચાનક જ બેલેન્સ ઝીરો થઇ જતા લોકોની સાથે કરોડોની છેતરપિંડી થયાનું સામે આવ્યું છે.
આ છેતરપિંડીમાં એકલા ધાનેરામાં લોકોએ કરોડોથી વધુ અને બનાસકાંઠા જિલ્લામાં લોકોએ 100 કરોડ ગુમાવ્યાની ચર્ચા થઇ રહી છે.
એક બાજુ લોકોએ લમણે હાથ મુક્યા, બીજું બાજું મિમ્સ ફરતા થયા
એકે બાજુ લોકોએ આ ગેમમાં ક્રોડળો રૂપિયા ગુમાવ્યા, તો બીજી બાજુ આ અંગે મિમ્સ ફરતા થયા છે અને ગેમમાં રોકાણ કરનારાઓની મજાક ઉડાવવામાં આવી રહી છે.
એક મીમમાં લખ્યું છે - “લોકોને વગર મહેનતે ખુબ સારો આર્થિક લાભ - કમાણી કરાવી આપનાર દાતાશ્રી દાનીદાતાનું ગઈકાલે રાત્રે દુઃખદ અવસાન થયું છે. પરમ કૃપાળું પરમાત્મા એમની આત્માને શાંતિ અને અને એમના ચાહકોને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના”
તો બીજા એક મીમમાં લખ્યું છે - “ધાની ડેટા એપમાં રોકાણ કરનાર મારા દરેક મિત્રોને ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે, ૐ શાંતિ ધાની ડેટા”
તો અન્ય એક મીમમાં લખ્યું છે - ‘દાનીડેટા એપમાં જે લોકોમાં પૈસા ગયા અમેને રાહુલ ગાંધી સહાય આપશે.”