શોધખોળ કરો

Kutch Accident: ઓવર સ્પીડ આવતી કારે 2 લોકોનો લીધો જીવ, કારમાં સવાર ત્રણ લોકો ફરાર

Accident: કચ્છના ગાંધીધામ રોડ પર બેફામ રીતે કાર ચલાવતા શખ્સે અકસ્માત સર્જાયો, જેમાં 2 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. ઘટના બાદનો ડ્રાઇવરને મેથીપાક આપતો વીડિયો વાયરલ થયો છે.

Road Accident: બેફામ રીતે રોડ પર કાર ચલાવતા ડ્રાઇવરે ગાંધીધામ નજીક 2 લોકોનો ભોગ લીધો છે. ઘટના બાદ લોકોએ ડ્રાઇવરને મેથીપાક ચખાડ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. રાત્રિના સમયે કારચાલક નબીરો ઓવરસ્પીડમાં આવતા હોવાથી ચાર લોકોને અ઼ડફેટે લીધા હતા જેમાં 2 લોકોને ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા હતા, જ્યારે અન્ય 2 લોકોને ઇજા પહોંચી હતી. ઘટના બાદ રોષે ભરાયેલા લોકોએ ડ્રાઇવરને મેથીપાક ચખાડયો હતો  અને  નબીરાને પકડીને પોલીસના હવાલે કર્યો હતો  તો  અકસ્માત બાદ કારમાં સવાર ત્રણ લોકો ભાગી ગયા હતા. નબીરા કારચાલકને લોકો માર મારતા હોય તે ઘટના મોબાઇલ કેમેરામાં રેકોર્ડ કરાઇ હતી. જેનો  વીડિયો વાયરલ થયો છે. નબીરો દારૂના નશામાં હતો કે નહીં તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે. 

વડોદરામાં ભયંકર રોડ અકસ્માત

વડોદરા શહેરમાં  રેન્જરોવર કાર ડિવાઇડર કૂદીને ટ્રાફિક સિગ્નલના પોલ સાથે અથડાઈ હતી, આ ઘટનમાં કારનું ટાયર છૂટું પડી ગયું હતું. ઘટનાના પગલે  કાર ચાલક કાર છોડી ફરાર થઇ ગયો હતો. વડોદરા શહેરમાં એક ભયંકર કાર અકસ્માત સર્જાયો કારની સ્પીડ એટલી જોરદાર હતી કે, ટક્કર એટલી જોરદાર લાગી કે કારના સ્પેરસ્પાર્ટ 100 મીટર દૂર ફંગોળાયા હતા. વડોદરામાં ડિવાઈડર કૂદી કાર ટ્રાફિક સિગ્નલના પોલ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં રેન્જ રોવર કારનું ટાયર નીકળી ગયું હતું.અકસ્માત બાદ લક્ઝરી કાર મૂકી તેનો ચાલક ફરાર થઇ ગયો હતો. જ્યુબિલીબાગથી રાવપુરા તરફના રસ્તા પર આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કારના સ્પેરપાર્ટ્સ 100 મીટર દૂર ફંગોળાયા હતા. રાવપુરા પોલીસે કારચાલક સામે  ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ કારની એયરબેગ પણ ખુલી જતાં ડ્રાઇવરનો બચાવ થયો હતો. ડિવાઈડર કૂદી કાર ટ્રાફિક સિગ્નલના પોલ સાથે અથડાઈ હતી. સમગ્ર ઘટનાને લઇને વડોદરા રાવપુરા પોલીસે તપાસ શરૂ કરી છે. 

વડોદરાના પાદરામાં નાગરિક સહકારી બેંકમાં આગ

વડોદરા શહેરની એક અન્ય દુર્ઘટનાની વાત કરીએ તો વડોદરાના પાદરામાં નાગરિક સહકારી બેંકમાં આગ લાગી હતી. બેંકના મેનેજરની ચેમ્બરમાં આગ લાગતા સ્ટાફમાં નાસભાગ મચી ગઇ હતી. 
વાયરિંગમાં શોર્ટસર્કિટથી આગ લાગી હોવાની શંકા સેવાઇ રહી છે.  ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ  પર મેળવ્યો કાબૂ હતો. આગ લાગ્યાની જાણ થતા મેનેજર સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

પૂર્વ પટ્ટામાં વિકાસનો ધોધ! CM ભૂપેન્દ્ર પટેલે બે જીલ્લાને આપી ₹1100 કરોડના વિકાસ કામોની ભેટ
પૂર્વ પટ્ટામાં વિકાસનો ધોધ! CM ભૂપેન્દ્ર પટેલે બે જીલ્લાને આપી ₹1100 કરોડના વિકાસ કામોની ભેટ
ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું, 'ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ!'
ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું, 'ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ!'
અમરેલીમાં ફરી કૌભાંડ: ઈંગોરાળામાંથી ઝડપાયું 220 લીટર નકલી દૂધ, ફૂડ વિભાગ અને પોલીસના સપાટાથી ભેળસેળિયાઓમાં ફફડાટ
અમરેલીમાં ફરી કૌભાંડ: ઈંગોરાળામાંથી ઝડપાયું 220 લીટર નકલી દૂધ, ફૂડ વિભાગ અને પોલીસના સપાટાથી ભેળસેળિયાઓમાં ફફડાટ
Surat: ઉમરપાડામાં 14 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ, એક સગીર સહિત 4 નરાધમો ઝડપાયા
Surat: ઉમરપાડામાં 14 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ, એક સગીર સહિત 4 નરાધમો ઝડપાયા
Advertisement

વિડિઓઝ

LPG Cylinder Shortage: રાજ્યમાં LPG સિલિન્ડરના ગોડાઉન પર રહેશે પોલીસનો પહેરો
Hun To Bolish : હું તો બોલીશ : ભગવાધારીઓના પ્રપંચ!
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસની આંગળી ટ્રિગર પર!
Gujarat Assembly : ફાવતું ન હોય તો AAPમાં આવી જાવ, ઇટાલિયાના સમર્થકની કિરીટ પટેલને અપીલ
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર
Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર
Bengal elections: ચૂંટણી પંચે બંગાળના મુખ્ય સચિવ અને ગૃહ સચિવને હટાવ્યા, જાણો કોને મળી જવાબદારી?
Bengal elections: ચૂંટણી પંચે બંગાળના મુખ્ય સચિવ અને ગૃહ સચિવને હટાવ્યા, જાણો કોને મળી જવાબદારી?
રાજ્યમાં LPG સિલિન્ડરના ગોડાઉન પર પોલીસ રહેશે તૈનાત, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનો આદેશ
રાજ્યમાં LPG સિલિન્ડરના ગોડાઉન પર પોલીસ રહેશે તૈનાત, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનો આદેશ
Oscars 2026 Winners List: બેસ્ટ એક્ટર બન્યો માઈકલ બી જોર્ડન તો બેસ્ટ એક્ટ્રેસ બની જેસી બકલે, જાણો વિજેતાઓની યાદી
Oscars 2026 Winners List: બેસ્ટ એક્ટર બન્યો માઈકલ બી જોર્ડન તો બેસ્ટ એક્ટ્રેસ બની જેસી બકલે, જાણો વિજેતાઓની યાદી
પિતાની ધૂમ્રપાનની આદત બાળકોમાં ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે, અભ્યાસમાં થયો ખુલાસો
પિતાની ધૂમ્રપાનની આદત બાળકોમાં ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે, અભ્યાસમાં થયો ખુલાસો
રાજ્યસભા ચૂંટણી માટે આજે મતદાન, બિહાર, ઓડિશા અને હરિયાણામાં જામશે ખરાખરીનો જંગ
રાજ્યસભા ચૂંટણી માટે આજે મતદાન, બિહાર, ઓડિશા અને હરિયાણામાં જામશે ખરાખરીનો જંગ
Israel-US Iran War: વિશ્વના સૌથી મોટા દુબઈ એરપોર્ટ પર ડ્રોન હુમલો, UAE માં કેમ કરવામાં આવી 19 ભારતીયોની ધરપકડ
Israel-US Iran War: વિશ્વના સૌથી મોટા દુબઈ એરપોર્ટ પર ડ્રોન હુમલો, UAE માં કેમ કરવામાં આવી 19 ભારતીયોની ધરપકડ
જો હર્ષિત રાણા IPLમાંથી બહાર થશે તો તેને KKRમાં આ 3 ખેલાડીઓ કરી શકે છે રિપ્લેસ
જો હર્ષિત રાણા IPLમાંથી બહાર થશે તો તેને KKRમાં આ 3 ખેલાડીઓ કરી શકે છે રિપ્લેસ
Embed widget