જામનગરઃ સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે કેટલાક જિલ્લામાં લોકડાઉનની માંગ કરવામાં આવી છે. એટલું જ નહીં, ઘણી જગ્યાએ વેપારીઓ દ્વારા બપોર સુધી જ વેપાર-ધંધા કરવામાં આવી રહ્યા છે. દરમિયાન તા.17/7થી 27/7 સુધી જામનગર અને ધ્રોલમાં દુકાનો બંધ રાખવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.
જોકે, જાહેરનામામાં કરવામાં આવેલ આદેશ મુજબ સમય અવધિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમજ તા.22/7/2020થી રાબેતા મુજબ ચા,પાન, લારી ગલ્લા, દુકાનો ખુલ્લી રાખી શકાશે. જેથી હવે જામનગર અને ધ્રોલમાં આજથી પાન મસાલા અને ચા તેમજ લારી ગલ્લા, દુકાનો ખુલ્લી રાખી શકાશે.
સૌરાષ્ટ્રના ક્યા મોટા શહેરમાં આજથી પાન-મસાલા-ગુટખાના ગલ્લા, ચાની લારીઓ ખુલ્લી રાખવાની મળી છૂટ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Jul 2020 11:12 AM (IST)
જામનગર અને ધ્રોલમાં 22/7/2020થી રાબેતા મુજબ ચા,પાન, લારી ગલ્લા, દુકાનો ખુલ્લી રાખી શકાશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -