Panchmahal : પંચમહાલમાં પાણી ભરેલા કૂવામાં તુફાન જીપ ખાબકતા બે લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. મોરવા હડફ તાલુકાના દેલોચ ગામની ઘટના છે. કૂવામાંથી બે લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે. કૂવામાં પાણી ભરેલ હોવાને કારણે મોડી રાત્રે રેસ્કયુની કામગીરી થઈ શકી ન હતી. આરોગ્યના મંત્રી નિમીષા સુથાર પણ મોડી રાત્રિએ ઘટના સ્થળે પહોંચ્યાં હતાં.


સ્થાનિક પોલીસ અને મામલતદાર સહિત ગોધરા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી કૂવામાં ખાબકેલ તુફાન જીપ બહાર કાઢવા માટેનાં પ્રયાસ હાથ ધરવામા આવ્યાં હતાં.


Gujarat Accident : નવા વર્ષે અલગ અલગ અકસ્માતમાં 4 લોકોના મોત, જાણો ક્યાં ક્યાં થયો અકસ્માત?


Gujarat Accident : ગુજરાતમાં નવા વર્ષે થયેલા અલગ અલગ અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યા છે. ત્રણેય અકસ્માતની વાત કરીએ તો બે અકસ્માત તો બનાસકાંઠા જિલ્લામાં જ બન્યા હતા. વડગામના જલોત્રા નજીક અકસ્માત સર્જાયો હતો. જીપ ડાલુ પલટી જતા 1નું મોત થયું છે. જ્યારે 10ને સામાન્ય ઇજા પહોંચી છે. પાલનપુરના બાદરગઢ ગામના યુવકનું મોત નીપજતા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. વડગામ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. 


અન્ય અકસ્માતમાં બનાસકાંઠામાં દાંતા તાલુકાના હડાદ નજીક અકસ્માત એકનું મોત થયું છે. જ્યારે એક ઘાયલ થયો છે. હડાદના માકન ચંપા પાસે બાઈક સ્લીપ થતા ચાલકનું મોત નીપજ્યું હતું. ઘાયલને સારવાર અર્થે હડાદ રેફરલમાં ખસેડાયો છે. અકસ્માતને પગલે હડાદ પોલીસે તપાસ હાથ ધરી છે. 


ભરૂચ ટંકારીયા ગામ પાસે બાઈકનો બસ સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટંકારીયાના બે યુવાનોના મોત નીપજ્યા છે. એસટી બસ સાથે અકસ્માત સર્જાયો હતો. 


Gujarat Crime : નવા વર્ષે જ યુવકે કરી નાંખી મહિલાની હત્યા, કેમ કરી હત્યા? જાણો સંપૂર્ણ વિગત


Gujarat Crime : નવા વર્ષના દિવસે વડોદરાના વાઘોડિયામા હત્યાનો બનાવ બન્યો છે. વાઘોડિયાના શ્રી પોર ટીંબી ગામે 40 વર્ષીય મહિલાને ગામના જ 25 વર્ષીય યુવકે નજીવી બાબતે પાણી ભરવા હેડપંપે જતી મહિલાને માથાના ભાગે પાછળથી રોડ સાફ કરવાનો દસ્તાવાળો વાયરબ્રશ મારી દેતા સીતાબેન રતીલાલ નાયકા(40) નુ એક જ ફટકે મોત નિપજ્યુ હતુ. 


મહિલાની હત્યા બાદ આરોપી અનીલ રાઠોડીયા(25) ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ વાઘોડિયા પોલીસને કરાતા ડભોઈ DYSP કુંપાવત, SOG, lCB અને FSL સહિત વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી ફરાર આરોપીને શોઘી કાઢવા તજવીજ હાથ ધરી છે.