Panchmahal:  પંચમહાલના ઘોઘંબા રવિવારી હાટ બજારમાં કાલોલ, વેજલપુર અને ગોધરાનાં વેપારીઓ પર પ્રતિબંધ છે. હાટ બજારમાં મરઘાં, બકરા વેપાર કરવા માટે આવતાં વેપારીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેને લઈ ઘોઘંબા ગ્રામ પંચાયત સરપંચ દ્વારા નોટિસ પણ જાહેર કરવામાં આવી છે. કેટલાક અસામાજિક તત્વો હાટ બજારમાં માથાકુટ કરી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરતા હોવાનું નોટીસમાં કારણ જણાવવામાં આવ્યું છે.


હાલોલમાં અકસ્માતમાં એક જ ગામના બે યુવકોનાં મોત


હાલોલના અરાદ અભેટવા પાસે કાર અને બાઇક વચ્ચે સર્જાયો અક્સ્માત હતો. મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલક બે યુવકોનાં મોત થયા હતા. મૃતક બંને યુવકો એક જ ગામ ઇટવાડીનાં વતની હતા. મૃતક યુવકોના નામ અલ્કેશ ચોહાણ (ઉ.વ.22) તથા રોહિત રણછોડ ચાવડા (ઉ.વ.20) હોવાનું જાણવા મળ્યું છે.


સુરેન્દ્રનગર - લખતર હાઇવે પર બે બાઈક વચ્ચે અકસ્માત, એકનું ઘટના સ્થળે મોત


રાજ્યમાં ગમખ્વાર અકસ્માતની ઘટના અટકવાનું નામ નથી લઈ રહી. આજે સુરેન્દ્રનગર - લખતર હાઇવે પર બે બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. દેદાદરા ગામના પાટિયા પાસે બે બાઇક સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું અને બે વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.


ગુજરાત વિધાનસભામાં પ્રવેશ કરતાં પહેલા કયા ધારાસભ્યએ નતમસ્તક પ્રણામ કર્યા ?


ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીમાં જીતેલા તમામ ધારાસભ્યોની આજે શપથવિધિ છે, ત્યારે તમામ ધારાસભ્યો ગુજરાત વિધાનસભાની અંદર પહોંચી રહ્યા છે. આ દરમિયાન જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ વિધાનસભાની અંદર પગ મુકતા પહેલા મતમસ્તક પ્રણામ કર્યા હતા. તેમણે કહ્યું કે, વિધાનસભા ગૃહને પોતે ધારાસભ્ય તરીકે મંદિર માને છે. લોકોની સુખાકારીના કાર્યો અહીંથી તેમણે હવે કરવાના છે એટલા માટે એક ધારાસભ્ય તરીકે વિધાનસભા ગૃહની અંદર પ્રવેશ કરતા પહેલા તેઓએ નતમસ્તક પ્રણામ કર્યા હતા. ધારાસભ્ય તરીકે વિધાનસભા ગૃહની અંદર પ્રવેશ કરતા પહેલા એક વ્યક્તિ આ રીતે ઘૂંટણભેર બેસી માથું જમીને અડાડી અને વિધાનસભા ગૃહને મસ્તક પ્રણામ કરે તેવું આ એકમાત્ર દ્રશ્ય હતું.