Panchmahal News: ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગ પકડવા જવાનું કેટલીકવાર ભારે પડી શકે છે. પતંગ પકડવા દરમિયાન અકસ્માની ઘણી ઘટનાઓ બનતી હોય છે. પંચમહાલમાં પતંગ પકડવા જતાં યુવકનું ટ્રેન અડફેટે આવી જતાં મોત થયું હતું. ગોધરાના શહેરા ભાગોળ રેલવે ફાટક ખાતે બનાવ બન્યો હતો. રેલ્વે ફાટક નજીક કપાઈને આવેલ પતંગ પકડવા જતા ટ્રેનની અડફેટે આવતાં 22 વર્ષીય યુવકનું મોત થયું હતું. રેલ્વે GRP પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકની ઓળખ માટેની કવાયત હાથ ધરી છે.


અમદાવાદના શાહપુરમાં રહેણાંક મકાનમાં આગથી ત્રણ ભડથું


અમદાવાદના શાહપુરમાં આજે વહેલી સવારે એક રહેણાંક મકાનમાં આગ લાગી હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. શહેરના શાહપુર વિસ્તારમાં આવેલી ન્યુ એચ કોલોનીમાં આજે વહેલી સવારે 4.30 કલાકે લાગેલી આગમાં પતિ, પત્ની અને બાળકનું મોત થયું. સ્વજનોના મોતના પગલે પરિવાજનોએ હૈયાફાટ રૂદન કર્યુ હતું.


બેંગલુરૂમાં ટોચના બિઝનેસમેને કર્યો આપઘાત, સુસાઈટ નોટમાં ભાજપના ક્યા ટોચના નેતાને ગણાવ્યા જવાબદાર ? 


કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક 47 વર્ષીય બિઝનેસમેને ગોળી મારીને આત્મહત્યા કરી. સુસાઈડ નોટમાં બિઝનેસમેને પોતાના મૃત્યુ માટે ભાજપના ધારાસભ્ય અરવિંદ લિંબાવલી સહિત છ લોકોને જવાબદાર ઠેરવ્યા છે.


બિઝનેસમેને લોન ચુકવવા ઘર, જમીન વેચવા પડ્યા


એસ પ્રદીપ તરીકે ઓળખાતા આ વ્યક્તિએ 2018માં બેંગલુરુની એક ક્લબમાં 1.2 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું અને બે લોકોએ નોટમાં તેનું નામ લખ્યું હતું. તેણે ક્લબમાં કામ કરવા બદલ પગાર સહિત દર મહિને ત્રણ લાખ રૂપિયા પરત કરવાનું વચન આપ્યું હતું. જોકે, પૈસા લીધા બાદ ગોપી અને સોમૈયા નામના બે શખ્સોએ ઘણા મહિનાઓ સુધી પ્રદીપને પૈસા પરત કરવાની ના પાડી હતી. નોટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પ્રદીપે વ્યાજની ચુકવણી કરવા માટે ઘણી લોન લેવી પડી હતી અને પેમેન્ટ કરવા માટે પોતાનું ઘર અને ખેતીની જમીન પણ વેચવી પડી હતી .


માનસિક ત્રાસ


ઘણી આજીજી કર્યા બાદ પણ તમામ લોકોએ પ્રદીપને પૈસા પરત કર્યા ન હતા. તેથી, પ્રદીપ આ મુદ્દો ભાજપના ધારાસભ્ય અરવિંદ લિંબાવલી પાસે લઈ ગયો. ધારાસભ્યએ પ્રદીપના પૈસા પરત કરવા માટે બંને સાથે વાત કરી હતી, પરંતુ તેઓએ કહ્યું હતું કે તેઓ માત્ર 90 લાખ રૂપિયા જ પરત કરશે. સુસાઈડ નોટમાં ડોક્ટર જયરામ રેડ્ડી પર પ્રદીપના ભાઈની મિલકત વિરુદ્ધ સિવિલ કેસ દાખલ કરવાનો અને પ્રદીપને માનસિક ત્રાસ આપવાનો અને હેરાન કરવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે. નોટના અંતે જે છ લોકોના નામ લખવામાં આવ્યા છે તે આટલું મોટું પગલું ભરવા માટે કોણ જવાબદાર છે. તેણે બીજેપી ધારાસભ્ય અરવિંદ લિમ્બાવલીનું નામ પણ છે અને તેના પર પ્રદીપના પૈસા પાછા ન આપવાનો આપવાનો આરોપ લગાવ્યો છે.