Board Exam Result:ધોરણ 10 અને ધોરણ 12ની પેપર ચકાસણીનું કાર્ય આજે સંપન્ન થઇ ગયું છે. પેપર ચકાસણી પૂર્ણ થઇ જતાં હવે ઝડપથી પરિણામ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વિદ્યાર્થીઓ પરિણામની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. ત્યારે એપ્રિલના અંતિમ સપ્તાહમાં ધો.10નું પરિણામ જાહેર થઇ શકે છે.


ધો.10 અને 12ના પરિણામ એપ્રિલના અંતમાં જાહેર થઈ શકે છે, એપ્રિલના ત્રીજા સપ્તાહમાં 12 સાયન્સનું પરિણામ પણ આવે તેવી શક્યતા જોવાઇ રહી છે. તો એપ્રિલના અંતિમ સપ્તાહમાં ધો.10નું પરિણામ જાહેર થઇ શકે છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની વાત કરીએ તો  ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ પણ એપ્રિલના અંતમાં જાહેર થશે. ઉલ્લેખનિય છે કે, ચૂંટણીના કારણે પેપર ચકાસણી બાદ  20 જ દિવસમાં બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરશે. હાલ બોર્ડે પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે તેથી 10 અને 12નું પરિણામ એપ્રિલના અંત સુધી જાહેર થઇ જશે.ટૂકમાં  એપ્રિલ અંત સુધીમાં સાયન્સ અને સમાન્ય પ્રવાહ બંને  પરિણામ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીના કારણે પરિણામ સામાન્ય કરતાં એક મહિના જેટલો સમય વહેલા જાહેર કરવામાં આવશે. કારણ કે શિક્ષકો જ્યારે પરિણામની કામગીરીથી ફ્રી થશે એટલે તેમને  ચૂંટણીની કામગીરી સોંપવામાં આવશે. પરિણામ જાહેર થતાં 15 લાખ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવશે.


આજે સમગ્ર રાજ્યભરમાં પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ થશે


ઉલ્લેખનિય છે કે, 11 માર્ચથી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ હતી. આ પરીક્ષા માર્ચ મહિનાના અંતમાં પૂર્ણ થઇ હતી. લોકસભાની ચૂંટણીના કારણે પેપર ચકાસણીની કામગીરી પણ ચાલુ પરીક્ષાએ જ હતી. જેથી ચૂંટણીની કામગીરી માટે શિક્ષકોને વહેલા મુક્ત થઇ શકે. નોંધનિય છે કે, 10 એપ્રિલે 10અને 12ના સામાન્ય અને સાયન્સના તમામ ફેકલ્ટીની પેપર ચકાસણીની સંપૂર્ણ કામગીરી આજે સાંજ સુધીમાં પૂર્ણ થઇ જશે અને 11 એપ્રિલથી જ પરિણામ માટેની કામગીરી શરૂ થશે જેથી આ મહિનાના અંત સુધીમાં ધોરણ 10 અને 12ના સામાન્ય અને સાયન્સના પરિણામ જાહેર થઇ જશે.