Paresh Dhanani: અમરેલીથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર જેની ઠુંમરના નામાંકન પત્ર ભર્યા બાદ પરેશ ધાનાણી રાજકોટ રવાના થયા હતા. રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ખંભે થેલો નાખી સ્કુટર લઈને રાજકોટ ચુંટણી લડવા રવાના થયા હતા. મોટી સંખ્યામાં કાર્યકરો એ ભારત માતા કી જય સાથે પરેશ ધાનાણીને વિદાય આપી હતી. કાઠિયાવાડી તળપદી ભાષામાં કાર્યકરોને અમરેલી બેઠકની ભલામણ કરી હતી. તેમણે કહ્યું, પ્રેમની પટ્ટી બાંધી રાજકોટના રણ મેદાનમાં માછલીની આંખ વીંધવા જાવ છું. પોતે પણ શેઢા મોસમ લઈને પરત આવશે એટલે કે વિજય પ્રાપ્ત કરી ને આવશે તેમ કહ્યું હતું.



અમરેલીમાં જેની ઠુંમરે ફોર્મ ભરી કરી આ વાત


લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમરે વી કે ફાર્મ હાઉસ ખાતે સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં જેની ઠુંમરના સમર્થકો ઉમટી પડ્યા હતા. વીરજી ઠુંમર, પ્રતાપ દુધાત, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી, પાલ આંબલીયા, પુંજા વંશ, કનુ કળસરિયા સહિત અનેક કોંગી નેતાઓ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી બેઠકના મહિલા ઉમેદવાર જેની ઠુંમર વિજય મુરત સમયે પોતાનું નામાંકન ભરવા ટ્રેક્ટર લઈને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. કોંગી ઉમેદવાર જેની ઠુમ્મર જીતની આશા વ્યકત કરી હતી. ટ્રેક્ટર ખેડૂતનો સિમ્બોલ છે. ખેડૂતોને સ્વર્ગના સપના બતાવીને નરકમાં ધકેલવાનું કામ અને પાપ સરકારે કર્યું છે. ખેડૂતોનો અવાજ આ દીકરી બતાવશે.


અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતની તડાફડી


અમરેલી કોંગ્રેસની સભામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત ની તડાફડી જોવા મળી હતી. તેમણે કહ્યું સામે પક્ષે બીજું કંઈ પણ કહેવા માંગતો નથી, સોશિયલ મીડિયામાં જોયું હશે કે મુખ્યમંત્રી કઈ ગયા હતા કે ઉમેદવાર પાસે બોલાવતા નહીં. આપણો પોપટ શું કરે એ નકી નથી. પોપટે હકીકતમાં ભાંગરો વાટ્યો. જીલ્લો આવા લોકોના હાથમાં સોંપવો છે કે ભણેલી ગણેલી દીકરીના હાથમાં સોંપવો છે. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતે પ્રતિસ્પર્ધી ઉમેદવારને પોપટ ગણાવતા વિવાદના એંધાણ છે.


ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું ક્યારે યોજાશે મતદાન


ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠક માટે ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન યોજાશે અને 4 જૂનના રોજ પરિણામો જાહેર થશે.


પરેશ ધાનાણીએ શંખ વગાડી જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ, કોંગ્રેસના ઉમેદવારોએ કર્યા ખોડલધામના દર્શન