Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી પહેલા પાટણમાં ભાજપને ઝટકો લાગ્યો હતો. મળતી જાણકારી અનુસાર, પાટણ તાલુકા ભાજપ ઉપપ્રમુખ કિરણસિંહ કોગ્રેસમાં જોડાયા હતા. કિરણસિંહ ઠાકોર સહિત 25 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. પાટણ કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરે ખેસ પહેરાવીને આવકાર્યા હતા.
લોકસભા કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના કાર્યકર્તાઓએ ભગવો છોડીને કોગ્રેસમાં સામેલ થયા હતા. પાટણ તાલુકા ભાજપ ઉપ પ્રમુખ કિરણ સિંહ સહિત 25થી વધુ કાર્યકરોએ ભાજપ છોડ્યું હતું.
પાટણના નોરતા ગામે કોંગ્રેસની બેઠકમા કિરણસિંહ સહિત 25 કાર્યકરોએ ભાજપ છોડી કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો. પાટણ લોકસભા ઉમેદવાર ચંદનજી ઠાકોર તેમજ પાટણ ઘારાસભ્ય કિરીટ પટેલે તેઓને કોગ્રેસમાં આવકાર્યા હતા.
એક દિવસ અગાઉ પણ બનાસકાંઠાના અંબાજી ખાતે કોંગ્રેસમાં મોટુ ભંગાણ પડ્યું હતું. 700 થી વધુ કોંગ્રેસના કાર્યકરો અને અગ્રણી ભાજપમાં સામેલ થયા હતા. ગોવા ભાઈ રબારીની હાજરીમાં કોગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.