સિદ્ધપુરઃ પાટણના સિદ્ધપુરમાં પાણીની પાઇપ લાઇનમાંથી માનવ અવશેષો મળતા ખળભળાટ મચી ગયો હતો. મળતી જાણકારી અનુસાર, સિદ્ધપુરમાં પાણીની ફરિયાદને પગલે પાલિકાએ ખોદકામ કરતા પાણીની પાઇપ લાઇનમાંથી માનવ અવશેષો મળી આવ્યા હતા.ચાર દિવસથી પાણી ન આવતા પાલિકાએ ખોદકામ કર્યું હતું જેમાં પાણીની પાઇપ લાઇનમાંથી માનવ અવશેષો મળી આવ્યા હતા. માનવ અવશેષો પાણીની પાઇપ લાઇનમાં કેવી રીતે પહોંચ્યા તે તપાસનો વિષય છે.


પાણીની સમસ્યાના નિરાકરણ માટે પાઇપ લાઇનમાં ફોલ્ટ શોધવા ખોદકામ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન મુખ્ય લાઇનમાંથી માનવ અવશેષો મળી આવ્યા હતા. શહેરના ઉપલી શેરી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીની સમસ્યા સર્જાઇ હતી. મોહલ્લાની મુખ્ય પાઇપ લાઈનમાંથી માનવ અવશેષો મળતા શહેરીજનો ચોંકી ઉઠ્યા હતા. માનવ અવશેષો મળતા પાલિકા તંત્ર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને માનવ અવશેષોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.


Custodial Death: બોટાદમાં પોલીસ પાસે આઈડી કાર્ડ માગતા યુવકને મળ્યું મોત, પરિવારે લાશ સ્વિકારવાનો કર્યો ઈન્કાર


અમદાવાદ: બોટાદના યુવાનનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત થયું છે. મુસ્લિમ સમાજના આગેવાનોનો આક્ષેપ કે, પોલીસ દ્રારા ઢોર માર મારતા સારવાર દરમ્યાન યુવાનનું મોત થયું છે. બોટાદ શહેરના યુવાનને પોલીસ કોન્સ્ટેબલ દ્વાર ઢોર માર મારતાં યુવાનનું સારવાર દરમ્યાન મોત થયુ હોવાની વાતને લઈને ચકચાર મચી છે. 14 એપ્રિલ 2023 ના રોજની આ ઘટનામાં યુવાનને પોલીસ કોન્સ્ટેબલ દ્વારા માર મરાયાના પરિવારજનોએ આક્ષેપો કર્યા હતા. ઢોરમારથી યુવાનને બ્રેન હેમરેજ થયું. 


20 એપ્રિલના અમદાવાદ સીવિલમાં ખસેડવામાં આવ્યો હતો


યુવાનને સારવાર અર્થે પ્રથમ બોટાદ પછી ભાવનગરમાં અને વધુ સારવાર અર્થે 20 એપ્રિલના અમદાવાદ સીવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જેમાં આ યુવાનનું આજરોજના સવારે 11 વાગે યુવાનનું અવસાન થયું છે. સિવિલ ડ્રેસમાં રહેલા પોલીસ પાસે આઈ ડી કાર્ડ માંગતા તે ગુસ્સે ભરાયો અને બાદમાં માર માર્યો હોવાનો પરિજનોએ આક્ષેપ કર્યો છે. દોષિત પોલીસ વિરુદ્ધ FIRની કાર્યવાહી નહિ થાય ત્યાં સુધી મૃતદેહ ન લેવાની પરિવારજનો ચિમકી આપી છે.


અત્યાચાર ગુજારનાર પોલીસ કર્મીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાવો જોઈએ