પાટણ:  પાટણના હારીજ તાલુકાનું દુનાવાડા ગામ  જ્યાં શુક્રવારે બપોરે બે મિત્રોએ સાથે મળીને 9 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને મિત્ર સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. 


ગામમાં જ રહેતા હિમાંશુ પરમાર અને શૈલેષ પરમારને થોડા દિવસ પહેલાં સોનજીભાઈ સાથે બોલાચાલી થઈ હતી. બંને મિત્રએ સોનજીભાઈના ઘરે જઈ ફાયરિંગ કરતા સોનજીભાઈ અને વિજયભાઈ ઘાયલ થયા હતા. બાદમાં બંને મિત્રોએ ગામના રસ્તા પર  શિવાભાઈ પર ફાયરિંગ કરતાં તેઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા. 


હિમાંશુ નામના આરોપીને શિવાભાઈની દીકરી સાથે પ્રેમસંબંધ હતા.  પરંતુ શિવાભાઈ તેનો વિરોધ કરતા હોવાથી તેમના પર ફાયરિંગ કર્યું.  આ તરફ પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દિધો છે.  હિમાંશુ અને શૈલેષ સહિત તેને હથિયાર લાવી આપનાર હિતેશ પરમારને પણ પોલીસે ઝડપી લીધો હતો. આરોપીઓ પાસેથી 2 તમંચા, 2 પિસ્તોલ અને 43 જીવતા કાર્ટિજ મળી આવ્યા હતા.  પોલીસ તપાસમાં ખુલ્યું કે, 3 મહિના પહેલાં જ આ હથિયાર તેઓ બિહારથી લાવ્યા હતા. 


Ahmedabad : રાજ્યના ઈતિહાસના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કર્યો પર્દાફાશ, રાજકોટના રાકેશ રાજદેવ સામે લૂકઆઉટ નોટિસ


અમદાવાદઃ ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કર્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 1400 કરોડના સટ્ટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. રાજકોટ અને ઉંઝા સર્કિટના બે સટોડિયાઓને પોલીસે ખુલાસો કર્યો હતો. ઉંઝાનો ટોમી પટેલ અને રાજકોટનો રાકેશ રાજદેવ પોલીસના રડાર પર છે. રાકેશ રાજદેવ સહિત બે સામે લૂક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. દુબઇમાં ડમી બેન્ક એકાઉન્ટની પણ પોલીસને વિગતો મળી હતી.


મોબાઇલ પર ખાસ એપ્લિકેશન બનાવી મેચના ભાવ જાહેર કરાય છે. મેચની હાર-જીત અને સેશનના સ્કોર પર સટ્ટો લગાવતો હતો. સટ્ટાકાંડમાં એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી. એક-એક મેચ પર 100થી 500 કરોડના સોદા થતા હતા. બંન્ને સટોડિયા દુબઇના આકાની મારફતે ભાવ બહાર પાડતા હતા. સટ્ટાના હિસાબો ટ્રાન્સફર થતા હોવાનો પણ ખુલાસો થયો છે.ક્રિકેટના મેદાનમાંથી જ બોલતી બોબડી લાઇનથી સટ્ટો રમાતો હતો.


ટી-20, વન-ડે અને લીગ મેચ પર સટ્ટો લગાવવામાં આવતો હતો. કેટલાક અધિકારી સાથે પણ લેવડ-દેવડ થયાની આશંકા પણ છે. રાજકીય નેતાઓ સાથે પણ રાકેશ રાજદેવ સંબંધ ધરાવતો હોવાની આશંકા છે. ગુજરાતના બુકીઓ જાતે જ સોદા બુક કરતા હોવાનો પણ ખુલાસો થયો હતો. સટ્ટાકાંડની રકમ સાત હજાર કરોડ રૂપિયા સુધી પહોંચે તેવી સંભાવના છે.


રાકેશ રાજદેવ વિરુદ્ધ પણ લુકઆઉટ નોટિસ જાહેર કરાઇ છે. હોંગકોંગ અને નેધરલેન્ડની સ્થાનિક મેચો પર પણ સટ્ટો રમાડાતો હતો. રાકેશ રાજદેવ દુબઇમાં સામ્રાજ્ય જમાવી બેઠો છે.