પાટીદાર અનામત આંદોલનને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યાં છે. અનામત આંદોલન સમયે પાટીદારો ઉપર થયેલા કેસ પરત ખેંચવા માટે સરકારે ત્રણ મહિનાનો સમય માંગ્યો હતો. ત્યારે ત્રણ મહિના પૂર્ણ થતા PAAS ની આજે અમદાવાદમાં મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે જો 23 માર્ચ સુધીમાં પાટીદારો સામેના કેસો પાછા નહિ ખેંચાય અને શહીદ પાટીદારોના પરિવારજનોને નોકરી આપવામાં સરકાર કામગીરી નહિ કરે તો ફરી આંદોલન શરૂ થશે. તાલુકા અને જિલ્લા કક્ષાએ આવેદન, રેલી સહિતના કાર્યક્રમો યોજશે.
અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલન સમિતિની બેઠક મળી હતી. જેમાં હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથીરિયા સહિતના પાસના હાદ્દેદારો અને ગોપાલ ઈટાલીયા હાજર રહ્યા હતા. બેઠકના પાસમાં આગેવાનોએ મળીને પાટીદાર આંદોલન સમયે થયેલા કેસ પાછા ખેંચવા મુદ્દે ચર્ચા કરી. અનેકવાર રજૂઆત કરવા છતા આ અંગે નિરાકરણ ન આવતા આગામી રણનીતિ ઘડવામાં આવી. આગામી સમયમાં પાટીદાર આગેવાનો પોલીસના દમન મુદ્દે પણ સરકારમાં રજૂઆત કરશે. આ અંગે અગાઉ હાર્દિક પટેલ સહિત પાસના નેતાઓએ ચીમકી આપી હતી કે જો કેસ પાછા નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
ભાજપને લાગ્યો મોટો ઝટકો, ડાંગના મુખ્ય રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ BJP સાથે છેડો ફાડ્યો, જાણો શું કરી જાહેરાત ?
ડાંગ દરબાર પહેલા ડાંગના મુખ્ય રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડયો છે. વાસુરણા સ્ટેટના રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ રાજકીય સન્યાસ લેવાની જાહેરાત કરતા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપને 60 હજારથી વધુની લીડ અપાવવામાં મહત્વનો હાથ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
પાર્ટીના આદેશ મુજબ સમગ્ર ડાંગ જિલ્લાના પોલીસ પટેલને ભેગા કરી પોતાની તાકાત બતાવી હતી, પૂર્વ આદિજાતિ મોરચાના ઉપાધ્યક્ષ, પૂર્વ ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય અને 20 વર્ષ સરપંચ રહ્યા હતા,
છેલ્લા ઘણા સમયથી ભાજપ થી નારાજ હતા. ભાજપ તરફથી પોલીસ પટેલોને આપેલ વચન ન પાળી શકતા રાજવી તરીકે જુઠ્ઠા પડયા નું દુઃખ, રાજકારણીઓને શરમ નથી નડતી પણ અમે રાજવીઓ ને શરમ નડે છે , એવું કહી રાજકીય સન્યાસ લેવાની જાહેરાત કરી.
ઉલ્લેખનીય છે કે, રાજા ધનરાજસિંહ સૂર્યવંશી ડાંગમા યોજનાર ડાંગ દરબારને લઈને પણ નારાજ હતા. કોરોનાની અસર ઓછી થતા ડાંગ વહીવટી તંત્રએ ડાંગ દરબારની તૈયારી શરૂ કરી દીધી છે. ડાંગ જિલ્લા કલેક્ટરે હોળી પહેલા મહમાહિમ રાજ્યપાલ પાસે સમય લીધા બાદ તારીખ જાહેર કરવા જણાવ્યું છે. પરંતુ વહીવટી તંત્ર દ્વારા હજુ ડાંગ દરબારની તારીખની જાહેરાત નથી કરાઈ.