Brain surgery:સાયન્સ ખૂબ જ આગળ વધી રહ્યું છે. તેના કારણે જટીલ સર્જરી પણ હવે ડોક્ટરો ખૂબ જ સરળતાથી કરી રહ્યા છે. જોખમી એવી મગજની સર્જરી પણ ડોક્ટરો જે રીતે કરી રહ્યા છે એ ખરેખર  કાબિલે તારીફ  છે.


 સુરતમાં જટીલ ગણાતી એવી બ્રેઇનની સર્જરી તબીબે બહુ સરળતાથી સફળતાથી કરી, દર્દી ઇડલીની રેસિપી કહી રહી હતી અને ડોક્ટર્સ સર્જરી કરી રહ્યાં હતા.


સુરતનામાં બ્રેઇન ટ્યુમરની સર્જરી તબીબોએ સફળતાથી પાર પાડી. આ સમયે  ડોક્ટર દર્દી સાથે સતત વાતો કરતા રહે છે. સર્જરી દરમિયાન તેમની સમજવાની અને બોલવાની શક્તિ યોગ્ય છે કે કેમ તે પણ તપાસે છે. આ દરમિયાન તબીબ દર્દી પાસે ઈડલી-સંભારની રેસિપી પણ જાણી હતી.


દીપ્તિ નિલેશ પાઘડાળ નામના દર્દી ન્યુરોસર્જન પાસે પોતાની તકલીફ લઈને ગઈ હતી. જેમાં દર્દીએ ડોક્ટરને કહ્યું હતું કે છેલ્લા બે-ત્રણ મહિનાથી સતત જમણા હાથ અને પગમાં ખાલી આવે છે અને ઝણઝણાટી આવી રહી છે. સ્વભાવ પણ બે-ત્રણ મહિનાથી ખૂબ જ ચીડચીડિયો થઈ ગયો છે. ત્યારબાદ દર્દીનો MRI કરવામાં આવ્યું હતું. મગજમાં બોલવા અને સમજવાના કેન્દ્રની વચ્ચે ગ્લાયોમા ટ્યુમર હોવાનો જણાઈ આવ્યું હતું. દર્દીની સ્થિતિ જોતા ઓપરેશનની સલાહ ડોક્ટરે આપી હતી.


મહિલાની મગજની સર્જરી કરવામાં આવી.મોટાભાગના લોકોમાં મગજનો ડાબો ભાગ ડોમીન્ટ કરતું હોય હોય છે. આ પ્રકારની સર્જરી જો સુડાવીને સંપૂર્ણ બેભાન અવસ્થામાં કરવામાં આવે તો દર્દીને ઘણી તકલીફો ઊભી થઈ શકે છે. જેમ કે દર્દીને સાંભળવા, બોલવાની અને યાદ રાખવાની શક્તિ ઉપર તેની સીધી અસર થઈ શકે છે. મોટાભાગના કિસ્સામાં દર્દીઓની મગજને લગતી સર્જરી કરતી વખતે દર્દીને સંપૂર્ણ બેભાન અવસ્થામાં જ કરતા હોય છે.મગજમાં ટ્યુમર પ્રકારની સર્જરી જાગૃત અવસ્થામાં કરવામાં આવે તો ડોક્ટર માટે ઘણા પડકારો ઉભા થાય છે પરંતુ આધુનિક પદ્ધતિ મુજબ ડોક્ટરો પોતે પડકાર ઝીલીને દર્દીને પેરાલીસીસ કે અન્ય કોઈ તકલીફ ન થાય તેના માટે જાગૃત અવસ્થામાં સર્જરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જાગૃત અવસ્થામાં દર્દી ડોક્ટર સાથે સીધો સંવાદ પણ કરી શકે છે અને ડોક્ટરોની ટીમ મગજના ભાગનું ઓપરેશન પણ તેની સાથે સાથે કરતા રહે છે.


ન્યુરો સર્જન ડોક્ટર મેહુલ બાલધા અને દર્દી દીપ્તિ વચ્ચે મગજમાંથી ગ્લાયોમા ટ્યુમર કાઢતી વખતે ઈડલી-સંભાર બનાવવાની રેસીપી પૂછે છે. કોઈને પણ આશ્ચર્ય થાય કે, આટલી ગંભીર સર્જરી ચાલતી હોય ત્યારે અને તે પણ મગજની સર્જરી ચાલતી હોય અને ડોક્ટર ઈડલી-સંભારની રેસીપી પૂછતા હોય તો થોડું અચરજ સ્વાભાવિક રીતે થાય. પરંતુ આશ્ચર્યજનક રીતે એક તરફ ગંભીર સર્જરી થઈ રહી છે અને બીજી તરફ દર્દી દીપ્તિ ઈડલી-સંભારની આખે આખી રેસિપી ડોક્ટરને સમજાવી રહી છે. તબીબી ક્ષેત્રમાં આવેલા અદ્યતન ટેકનોલોજીને કારણે આ શક્ય બની રહ્યું છે.