અરવલ્લી જિલ્લામાં એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે બીજી તરફ મોડાસા તાલુકાના શિણાવાડ ગામે લાખો રૂપિયાના ખર્ચે બનાવાયેલું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉદ્ઘાટનના અભાવે બિનઉપયોગી પડી રહ્યું હોવાનો આરોપ છે અને સ્થાનિકોને પૂરતી વ્યવસ્થા નથી મળી રહી. લોકોને બહાર ખુલ્લામાં બેસી રેપિડ ટેસ્ટ કરાવવા મજબુર બન્યા છે.


શિણાવાડ ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આસપાસના બડોદરા , વલ્લાવાંટા, મુલોજ, જાલોદર, દોલપુર, સલુલપુર, અમલાઈ  સહિતના ગામોમાંથી 25 હજાર જેટલા લોકો પ્રાથમિક સારવાર લેવા માટે આવે છે. જેના કારણે આરોગ્ય કેન્દ્રનું જૂનું મકાન ખુબજ નાનું અને વ્યવસ્થા વગરનું હોવાને કારણે લાખો રૂપિયા ખર્ચી જુના મકાનની સામે નવું બિલ્ડિગ બનાવવામાં આવ્યું છે.


આ નવું બિલ્ડિગ બનીને છેલ્લા કેટલાય સમયથી તૈયાર છે. પરંતુ ઉદ્ધટાનના અભાવે ધૂળ ખાઈ રહ્યું હોવાનો સ્થાનિકોનો આરોપ છે. જેને પગલે સ્થાનિકો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આરોગ્ય કેન્દ્ર ખાતે રોજના 100થી વધુ લોકો રેપિડ ટેસ્ટ કરાવવા આવે છે. જેઓને બેસવા માટે યોગ્ય વ્યવસ્થા નથી. ત્યારે આરોગ્ય કેન્દ્ર સત્વરે ચાલુ થાય અને ઓક્સિજન બેડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાય તેવી સ્થાનિકો માંગ છે.


નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 12545 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ છે.  રાજ્યમાં ગઈકાલે કોરોના સંક્રમણથી  વધુ 123 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 8035 પર પહોંચી ગયો છે.


રાજ્યમાં ગઈકાલે 13021 લોકોએ કોરોના (Coronavirus)ને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,90,412  લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 47 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,47,525 પર પહોંચ્યો છે. જેમાંથી 786  લોકો વેન્ટિલેટર પર અને 146739 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.92 ટકા છે.


ક્યાં કેટલા મોત થયા ?


ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 16,  સુરત કોર્પોરેશન-9, વડોદરા કોર્પોરેશન 7,  રાજકોટ કોર્પોરેશમાં 8, મહેસાણા 5, જામનગર કોર્પોરેશન 8, સુરત 4, વડોદરા 6, જામનગર 5, ભાવનગર કોર્પોરેશમાં 4, જૂનાગઢ કોર્પોરેશન 3, મહીસાગર 1, દાહોદ 0, ગીર સોમનાથ 2, જૂનાગઢ 5, પંચમહાલ 0, આણંદ 0, બનાસકાંઠા 3, અમરેલી 0, ભરુચ 4, કચ્છ 5, રાજકોટ 7, ગાંધીનગર 1, અરવલ્લી 2, ખેડા 0, ગાંધીનગર કોર્પોરેશન 1, પાટણ 2, સાબરકાંઠા 2, વલસાડ 0, તાપી 0, મોરબી 1, નવસારી 1, સુરેન્દ્રનગર 1, ભાવનગર 5, અમદાવાદ 1, નર્મદા 0, બોટાદ 0, છોટાઉદેપુર 1, પોરબંદર 1, દેવભૂમિ દ્વારકા 2 અને ડાંગ 0 મોત સાથે કુલ 123 લોકોના મૃત્યુ થયા છે.


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 3884,  સુરત કોર્પોરેશન-1039, વડોદરા કોર્પોરેશન 638,  રાજકોટ કોર્પોરેશમાં 526, મહેસાણા 482, જામનગર કોર્પોરેશન 397, સુરત 388, વડોદરા 380, જામનગર 332, ભાવનગર કોર્પોરેશમાં 242, જૂનાગઢ કોર્પોરેશન 232, મહીસાગર 224, દાહોદ 220, ગીર સોમનાથ 218, જૂનાગઢ 213, પંચમહાલ 207, આણંદ 205, બનાસકાંઠા 193, અમરેલી 189, ભરુચ 187, કચ્છ 187, રાજકોટ 169, ગાંધીનગર 159, અરવલ્લી 150, ખેડા 144, ગાંધીનગર કોર્પોરેશન 143, પાટણ 139, સાબરકાંઠા 121, વલસાડ 108, તાપી 107, મોરબી 87, નવસારી 87, સુરેન્દ્રનગર 85, ભાવનગર 80, અમદાવાદ 73, નર્મદા 71, બોટાદ 64, છોટાઉદેપુર 60, પોરબંદર 58, દેવભૂમિ દ્વારકા 49 અને ડાંગ  8 કેસ સાથે  કુલ 12545  કેસ નોંધાયા છે. 


કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેશન (vaccinations)કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,01,60,781  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 28,69,476  લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,30,30,257 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 18થી 44 વર્ષ સુધીના 27,776 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 37,609 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 1,09,367 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.