પોરબંદર: જિલ્લામાં ગઇ કાલે દરિયાઇપટ્ટી સહિત કુલ ૮ સ્થળોએ ડિમોલિશન હાજ ધરવામાં આવ્યું હતું. આ ડિમોલેશન બાદ લઘુમતી સમાજમાં આક્રોશ જોવા મળ્યો હતો. ગઇ કાલે મોડી સાંજે મેમણવાડા વિસ્તારમાં લઘુમતી સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ડિમોલેશનને લઇને તંત્ર વિરૂદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો.  મુસ્લિમ સમાજનું કહેવું છે કે વકબ બોર્ડમાં નોંધાયેલી દરગાહનું ડિમોલેશન કરવામાં આવ્યું છે જે યોગ્ય નથી. ગઇ કાલે પોલીસે સમજાવતા મામલો થાળે પડ્યો હતો. પરંતુ મંગળવારે મોટી સંખ્યામાં લઘુમતી સમાજના લોકો એકઠા થયા હતા અને દરગાહનું જે સ્થળે ડિમોલેશન કરવામાં આવ્યું છે તે સ્થળ ઉપર લોકો આગળ વધ્યા હતા. ટોળાને કંટ્રોલ કરવા માટે પોલીસે ટીયર ગેસના ત્રણ રાઉન્ડ કર્યા હતા અને સાંજના સમયે મામલો થાળે પડ્યો હતો.


 કારને બચાવવા જતા કન્ટેનરે કાબૂ ગુમાવ્યો


વડોદરાઃ દરજીપુરા એરફોર્સ પાસે અકસ્માતમાં 10 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમાંથી એકની હાલત હજુ અતિ ગંભીર છે.  ટ્રેલર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. દરજીપૂરા એરફોર્સની દિવાલમાં ટ્રેલર ઘૂસી ગયું હતું. ફાયર બ્રિગેડે કામગીરી હાથ ધરી છે. સુરતથી અમદાવાદ તરફ જતી કન્ટેનરે ફોર્ડ ફિગો ગાડીને ટક્કર મારી રોંગ સાઈડ કન્ટેનર ઘૂસતા સામેથી આવતી રીક્ષાને ટક્કર મારી એરફોર્સની દીવાલ તોડી અંદર ઘુસ્યું હતું. તમામ ઘાયલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તમામ 11 ડેડ બોડી પણ સયાજી હોસ્પિટલમાં છે. સયાજી હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ડો રંજન અય્યર સહિત ડોક્ટરોનો સ્ટાફ નિદાન કરી રહ્યો છે. કલેક્ટર એ.બી ગોર એ પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલોની મુલાકાત લીધી. જિલ્લા પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.


વડોદરાના દરજીપુરા એરફોર્સ પાસે છકડા અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતાં 10 લોકોનાં મોત નીપજ્યાં છે. ફાયરબ્રિગેડ અને એરફોર્સની ટીમે છકડાનાં પતરાં કાપીને મૃતદેહો બહાર કાઢ્યા હતા. કન્ટેનર ચાલકે કારચાલકને બચાવવા જતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને રોંગ સાઈડ ઉપર ઘસી જતા સામેથી આવી રહેલા છકડાને અડફેટમાં લીધો હતો અને કન્ટેનર એરપોર્ટની દિવાલમાં ઘૂસી ગયું હતું. 


ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા શંકરસિંહની કોંગ્રેસમાં થશે વાપસી?