કયા કારણોસર PI વર્ગ 2ની પરીક્ષાના સમયમાં ફેરફાર કરાયો? જાણો કારણ
abpasmita.in | 30 Jun 2019 09:43 AM (IST)
GPSC દ્વારા 30 જૂનના રોજ લેવામાં આવનારી પોલીસ ઈન્સ્પેક્ટર વર્ગ 2ની પરીક્ષાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ પરીક્ષા સવારે 10 વાગ્યાને બદલે હવે બપોરે 3 વાગ્યે લેવામાં આવશે.
ગાંધીનગરઃ GPSC દ્વારા 30 જૂનના રોજ લેવામાં આવનારી પોલીસ ઈન્સ્પેક્ટર વર્ગ 2ની પરીક્ષાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ પરીક્ષા સવારે 10 વાગ્યાને બદલે હવે બપોરે 3 વાગ્યે લેવામાં આવશે. આ જાહેરાત શનિવારે સાંજે કરવામાં આવી હતી. હવામાન ખાતા દ્વારા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને GPSC દ્વારા PI વર્ગ 2ની પરીક્ષાના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા પરીક્ષા સવારે 10 કલાકે યોજાવાની હતી જોકે હવે બપોરે 3થી 6 સમયગાળામાં યોજાશે. આ નિર્ણય પાછળનું કારણ એવું જણાવવામાં મળ્યું છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લીધે ઉમેદવારો પરીક્ષાના સમયે ન પહોંચી શકે તે માટે ઉમેદવારોને અન્યાય ન થાય તેને ધ્યાનમાં લઈને પરીક્ષાનો સમય બપોરનો કરવામાં આવ્યો છે.