PIB Fact Check: કેન્દ્ર સરકારની માહિતી કચેરી PIB એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોરબી મુલાકાત અંગે કરવામાં આવેલા દાવાને ખોટો ગણાવ્યો છે. આ દાવા મુજબ મોરબી બ્રિજ દુર્ઘટના બાદ PM મોદીની મુલાકાત પાછળ 30 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના પ્રવક્તા સાકેત ગોખલેએ એક RTIને ટાંકીને ટ્વિટર પર આ દાવો કર્યો છે. બાદમાં PIBએ જણાવ્યું કે આવો કોઈ RTI જવાબ આપવામાં આવ્યો નથી, જેમાં PM મોદીની મોરબી મુલાકાતના ખર્ચની માહિતી આપવામાં આવી છે.
ગુરુવાર, 1 ડિસેમ્બરના રોજ, TMC નેતાએ ટ્વિટર પર લખ્યું, RTI દર્શાવે છે કે મોદીની થોડા કલાકો માટે મોરબીની મુલાકાત પર 30 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. તેમાંથી રૂ. 5.5 કરોડ કેવળ "વેલકમ, ઇવેન્ટ મેનેજમેન્ટ અને ફોટોગ્રાફી" માટે હતા. મૃત્યુ પામેલા 135 પીડિતોમાંથી પ્રત્યેકને 4 લાખ રૂપિયા એટલે કે કુલ 5 કરોડ રૂપિયાની વળતરની રકમ આપવામાં આવી હતી. એકલા મોદીના ઈવેન્ટ મેનેજમેન્ટ અને પીઆરનો ખર્ચ 135 લોકોના જીવથી વધુ છે.
સાકેત ગોખલેના આ ટ્વિટ પર પીઆઈબીએ ફેક્ટ ચેક ટ્વિટ કર્યું. ટીએમસી નેતાના ટ્વીટનો સ્ક્રીનશોટ જોડતા, તેમણે આરટીઆઈને ટાંકીને કહ્યું કે, એક ટ્વીટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પીએમની મોરબીની મુલાકાત પર 30 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ દાવો ખોટો છે. આવો કોઈ RTI જવાબ આપવામાં આવ્યો નથી.
PIB ફેક્ટ ચેક શું છે?
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.