PM Modi Meets His School Teacher: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીનો ગુજરાત પ્રવાસ (PM Modi Gujarat Visit) હંમેશા કંઈક ખાસ બની જાય છે. આ વખતે તેમનો ગુજરાત પ્રવાસ (Prime Minister in Gujarat) ની એક ખૂબ જ સુંદર તસવીર સામે આવી છે. (Special Picture of Gujarat Visit) આ તસવીરમાં પ્રધાનમંત્રી (PM Modi) પોતાના ચાહનારાઓના ઘેરામાં નહી, પંરતુ તે વ્યક્તિને મળી રહ્યા છે, જેમણે નાનપણમાં તેમને ભણાવ્યા હતા.
આ તસવીર નવાસારી (Navsari) ની બતાવવામાં આવી રહી છે, જ્યાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી (PM Modi) એ પોતાની સ્કૂલના શિક્ષક સાથે મુલાકાત કરી હતી. તેમની સ્કૂલના શિક્ષકનું નામ જગદીશ નાઈક (Jagdish Naik) છે. પ્રધાનમંત્રી (PM Modi) આ તસવીરમાં પોતાના શિક્ષકને બંને હાથ જોડીને પ્રણામ કરી રહ્યા છે, જ્યારે તેના પહેલાના સ્કૂલના શિક્ષક તેમના માથા પર હાથ રાખીને તેમને આર્શીવાદ આપી રહ્યા છે.
આ અંદાજમાં જોવા મળ્યા જગદીશ નાઈક
કોઈપણ શિક્ષક માટે આનાથી વધુ આનંદનો દિવસ કયો હોઈ શકે કે, તેમના દ્વારા ભણાવવામાં આવેલા વિદ્યાર્થી દેશના વડાપ્રધાન પદ પર બિરાજમાન હોય અને તેમના આશીર્વાદ લેવા તેમની પાસે આવે. ગાંધી ટોપી પહેરીને અને સફેદ શર્ટ પહેરેલા જગદીશ નાયક પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન ભાવ વિભોર જોવા મળી રહ્યા હતા.
અમદાવાદના બોપલમાં ઈસરોના IN-SPACe સેન્ટરનું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેંદ્ર મોદીએ અમદાવાદના બોપલમાં ઈસરોના IN-SPACe સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું, આ પ્રસંગે તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યાં છે. ગુજરાતને વડાપ્રધાને વધુ એક ભેટ આપી છે. નાસા જેવી જ કામગીરીની આબેહૂબ કામગીરી જોવા મળશે. તે ઉપરાંત ખાનગી કંપનીઓને પ્રોત્સાહન આપવાનો પણ હેતું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આજે 21મી સદીના આધુનિક ભારતની વિકાસ યાત્રામાં શાનદાર અધ્યાય જોડાયો છે. ભારતની સ્પેસ ઈન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવવાની ખૂબ જ ક્ષમતા છે. આ સેન્ટર વિશ્વ માટે ધ્યાનઆકર્ષક રહેશે.