સોમનાથઃ વડાપ્રધાન મોદી સોમનાથ મંદિર પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના બાદ વડાપ્રધાન મોદી વેરાવળમાં જનસભા સંબોધશે.
લોકોને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ વખતનો આપણો લક્ષ્યાંક અલગ છે. ગીર સોમનાથ જિલ્લાની ચારેય ચાર બેઠકો જીતી રેકોર્ડ તોડવા આહવાન છે. લોકશાહીનું રક્ષણ અને સુશાસન માટે ભાજપને મત આપવાની તેઓએ અપીલ કરી હતી. તમામ બુથ પર ભાજપનો વિજય વાવટો ફરકવો જોઇએ.
વડાપ્રધાન મોદીએ વધુમાં વધુ મતદાન કરવા જનતાને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે હવે એક એક રન કરવાના નથી, આપણે સદી કરીને શતાબ્દિ ઉજવવાની છે. નરેન્દ્ર દિલ્હીથી આપની સેવા કરશે, ભૂપેન્દ્ર ગુજરાતથી આપની સેવા કરશે. સૌની યોજનાથી તમામને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. દરિયાના ખારા પાણીને શુદ્ધ બનાવીને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. મફતમા ગેસ કનેક્શન આપીને માતા-બહેનોની મુશ્કેલી દૂર કરી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ વખતે બધા પોલિંગ બુથ જીતવાનો આગ્રહ છે. ચૂંટણીમાં વિજય નક્કી હોવા છતાં રેકોર્ડ઼ તોડવા માટે મહેનત કરવી જોઇએ. તમામ સર્વે, તમામ વિશ્લેષક ભાજપની જીત માની રહ્યા છે. નાગરિકોને કામનો હિસાબ આપવો એ મારુ કર્તવ્ય છે. ગુજરાતની જનતાએ ભાજપને નિરંતર આશીર્વાદ આપ્યા છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે વિકાસ અને પ્રગતિ મુદ્દે ગુજરાત પર ઉઠાવાતા અનેક સવાલના જવાબ આપ્યા છે. ગુજરાતના બંદરો અને દરિયાકિનારો વિકાસ અને સમૃદ્ધિનો દ્વાર છે. માછીમારોને સામાન્ય વ્યાજથી નાણા મળે તે માટે યોજના છે. દરેક શાળામાં દીકરીઓ માટે અલગથી શૌચાલય બનાવવાનું અભિયાન ચલાવવવામાં આવ્યું. આજે ગુજરાતની દિકરી દેશમાં ગૌરવ વધારી રહી છે. કેશોદ એરપોર્ટનો પણ વિસ્તાર કરવામાં આવશે. ટુરિઝમની બાબતમાં ગુજરાત પ્રગતિની નવી ઉંચાઇઓ સર કરી રહ્યુ છે.
તેમણે કહ્યું કે ઓછામાં ઓછા મૂડીરોકાણમાં ગરીબોને રોજગાર મળી રહ્યો છે. કચ્છના રણને ગુજરાતનું તોરણ બનાવી દીધું. કચ્છનો રણોત્સવ જોવા લાખો પ્રવાસીઓ આવે છે.