500 વર્ષના સંઘર્ષ બાદ રામ મંદિરમાં ભગવાન રામની સ્થાપના થવા જઈ રહી છે. આખો દેશ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને  ઉત્સાહિત છે. દેશ રામમય બની ગયો છે, સોશિયલ મીડિયા પણ આ અવસરે રામમય બની ગયું છે. પીએમ મોદીએ આ અવસરે ગીતા રબારીએ ગાયેલું રામનું ભજન સોશિયલ મીડિયામાં શેર કર્યું છે અને ભજનની પ્રશંસા કરતા લખ્યું કે, ગીતા રબારીએ ગાયેલું આ ભજન રામમય બનાવીને ભાવવિભાર કરનાર છે.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગીતા રબારીએ ગાયેલું ભગવાન રામનું ભજન સોશલ મીડિયા પર કર્યું શેર.. 'શ્રી રામ ઘર આયે..' ભજન શરે કરી લખ્યું, રામજીના સ્વાગત માટેનું ગીતા રબારીનું ભજન ભાવ વિભોર કરનારું. અયોધ્યામાં પ્રભુ શ્રી રામના મંદિરમાં રામ લલાના આગમનનો ઈંતજાર થવાનો છે ખતમ. ઉલ્લેખનિય છે કે, 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે અને 500 વર્ષના લાંબા ઇંતેજાર અને સંઘર્ષ બાદ રામલ્લા તેમના સિંહાસન પર બિરાજશે. જેને લઇને દેશભરમાં અનેરો ઉત્સાહ છે.