Rain: ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ તબાહી મચાવી છે, દક્ષિણથી લઇને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લા પાણી પાણી થયા છે. લોકોના જાનમાલનું ભારે નુકસાન પહોંચ્યુ છે, પશુધનથી લઇને ઘરો-દુકાનો અને ધંધા પર અસર પડી છે. ત્યારે આ બધાની વચ્ચે હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સમગ્ર સ્થિતિ અંગે વાતચીત કરી છે. આજે એક્સ પૉસ્ટ કરીને સીએમ પટેલે આ વાતની જાણકારી આપી છે. તેમને લખ્યુ છે કે ગુજરાતમાં વરસાદી આફતને લઇને પીએમ મોદી સાથે ટેલિફૉનિક વાતચીત થઇ છે અને તમામ સહાય અને મદદ પુરી પાડવાની ખાતરી આપવામાં આવી છે. 


પીએમ મોદીએ અને સીએમ પટેલ સાથે થઇ ટેલિફૉનિક વાતચીત - 
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પૉસ્ટ કરીને લખ્યું છે કે, માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી એ ગુજરાતમાં અતિભારે વરસાદની સ્થિતિને લઈને મારી સાથે ટેલીફોનિક વાતચીત કરીને રાહત-બચાવ કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવી હતી.


તેમણે નાગરિકોના જાનમાલ તેમજ પશુધનના રક્ષણ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ, ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી  સહયોગ અને મદદ પુરા પાડવાની ખાતરી આપી હતી. 


માનનીય પ્રધાનમંત્રીશ્રી ગુજરાતની ચિંતા કરી સ્થિતિ પર સતત ધ્યાન રાખી રહ્યા છે. ગુજરાતના લોકો પ્રત્યે તેમના હૃદયમાં ઊંડો સ્નેહભાવ છે. 


કુદરતી આફતની વેળાએ અને જ્યારે પણ જરૂર હોય ત્યારે તેઓ હંમેશા ગુજરાત અને ગુજરાતના લોકોની પડખે ઉભા રહીને હૂંફ અને બહુમૂલ્ય માર્ગદર્શન આપતા રહે છે.


 






આજે આ 8 જિલ્લામાં રેડ એલર્ટ, બે-ત્રણ કલાકમાં જ તુટી પડશે ધોધમાર વરસાદ, વાંચો આગાહી


ગુજરાતમાં બે દિવસથી ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. રાજ્યમાં 102 ટકા વરસાદ અત્યાર સુધી પડ્યો છે. આજે સવારથી જ હવામાન વિભાગે 8 જિલ્લામાં રેડ એલર્ટ આપ્યુ છે. હવામાન વિભાગ પાસેથી મળતા મેપ પ્રમાણે, આજે સવારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દ્વારકા, જૂનાગઢ અને પોરબંદરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ સાથે ભારે વરસાદની આગાહી છે.


આ ઉપરાંતનાં તમામ જિલ્લાઓ એટલે કે, ગીર સોમનાથ, અરવલ્લી, ભાવનગર, બોટાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, આણંદ, પંચમહાલ, વડોદરા, ખેડા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં એલર્ટ આપવાની સાથે વોર્નિંગ આપવામાં આવી છે. જોકે હવામાન વિભાગની આગાહી સામે આવી છે કે, રાજ્યમાં હાઈ એલર્ટ છે. આ સાથે હવામાન વિભાગે જણાવ્યું કે, હાલ સુધીમાં રાજ્યમાં 102 ટકા વરસાદ અત્યાર સુધી પડ્યો છે. હાલ સુધીમાં રાજ્યમાં કુલ 23800 લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં 6440 લોકોનું છેલ્લા 2 દિવસમાં સ્થળાંતર કરાયું છે.


રાજ્યમાં 806 રસ્તાઓ બંધ


ભારે વરસાદના કારણે રાજ્યમાં ચાર વાગ્યાની સ્થિતિમાં 806 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે 50 સ્ટેટ હાઈવે , 3 નેશનલ હાઈવે, 675 પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ થયા હતા. સુરેંદ્રનગર જિલ્લાના 82 રસ્તા, ખેડા જિલ્લાના 72 રસ્તા, રાજકોટ જિલ્લાના 55 રસ્તા, વડોદરા જિલ્લાના 53 રસ્તા, નવસારી જિલ્લામાં 45 રસ્તા બંધ વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા. મોરબીમાં 43, જામનગરમાં 42,વલસાડમાં 41, દાહોદ જિલ્લામાં 41 રસ્તા, કચ્છ જિલ્લામાં 33 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા.રાજકોટ જિલ્લામાં 55 રસ્તાઓ, વડોદરા જિલ્લામાં 53 રસ્તાઓ, નવસારી જિલ્લામાં 45 રસ્તાઓ,મોરબી જિલ્લામાં 43,જામનગર જિલ્લામાં 42,વલસાડ જિલ્લામાં 41,દાહોદ જિલ્લામાં 41 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ થયા હતા. કચ્છ જિલ્લામાં 33 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા.


આ પણ વાંચો


Rain: ખંભાળિયામાં આભ ફાટ્યૂ, 18 વરસાદથી તબાહી, અહીં જુઓ 24 કલાકમાં 250 તાલુકામાં વરસાદના આંકડા