ખેડા: પોલીસ અને બુટલેગરો વચ્ચેની સાંઠગાંઠના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે વધુ એક વખત ખેડા જિલ્લામાં પોલીસકર્મી અને બુટલેગરની સાંઠ-ગાંઠનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 


એક હેડકોન્સ્ટેબલે  બુટલેગર સાથે સેટિંગ કર્યું હોવાનું વિગતો સામે આવી છે. નડિયાદ રૂરલ પોલીસે ગુનામાં કબજે કરેલ દેશી દારૂનો જથ્થો પોલીસ સ્ટેશનની અંદરથી જ  હેડકોન્સ્ટેબલે દારૂના બુટલેગર સાથે ચોરી કરી છે. આ કેસમાં ફરિયાદ નોંધાઈ છે. બુટલેગરની ધરપકડ કરતાં જ પોલીસકર્મીનો ભાંડો ફુટી ગયો હતો. આ ઘટના બાદ હેડકોન્સ્ટેબલ ભૂર્ગભમાં ઉતરી ગયો છે. આ કેસમાં નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.




બુટલેગરની પુછપરછ કરતા પોલ ખુલ્લી


અહેવાલ અનુસાર, નડિયાદ રૂરલ પોલીસે ગુનામાં કબજે કરેલ દેશી દારૂનો જથ્થો પોલીસ સ્ટેશનની અંદરથી જ હેડકોન્સ્ટેબલે દારૂના બુટલેગર સાથે ચોરી કરતા ફરિયાદ નોંધાઈ હતી.  બુટલેગરની પુછપરછ કરતાં ચોરી આચરેલ પોલીસકર્મીની પોલ ખુલ્લી પડી હતી.  હેડકોન્સ્ટેબલ ભૂર્ગભમાં ઉતરી જતાં સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.  


ગત 2 નવેમ્બરના રોજ નડિયાદ રૂરલ પોલીસ દ્વારા દેશી દારૂના બુટલેગર કમલેશ રાવજીભાઈ તળપદાનો દારૂ પકડી તેને ઝડપ્યો હતો.  પોલીસના માણસો મુદ્દામાલને જમા કરાવ્યો નહોતો આ મુદ્દામાલ પોલીસ સ્ટેશનમાં લોકઅપ સામે સુરક્ષિત જગ્યામાં રાખવામાં આવેલ હતો.   સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસમાં બુટલેગર કમલેશ રાવજીભાઈ તળપદા અને એલ.આઈ.બી. અ.હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ પ્રહલાદસિંહ સામે ચોરીની ફરિયાદ નોંધી છે.    


રાજ્યમાં દરરોજ સરેરાશ 38 ચોરી, 9 લૂંટની ઘટના,ગુજરાત પોલીસે જાહેર કર્યા આંકડા


 ગુજરાતમાં  પોલીસ દ્વારા તહેવાર પર એડવાઈઝરી જાહેર કરવામાં આવે છે. રજાના દિવસોમાં ફરવા જતા પહેલા ચોરી અને ઘરફોડ ચોરીથી મિલકતોને કેવી રીતે સુરક્ષિત રાખવી જોઈએ. તેમ છતાં ચોરી અને ઘરફોડ ચોરીના કેસ સતત બનતા રહે છે.  હાલમાં જ બહાર પાડવામાં આવેલા આંકડા દર્શાવે છે કે ગુજરાત પોલીસના નિર્દેશોની કોઈ અસર થતી નથી.


પાંચ વર્ષમાં પોલીસ ચોરી અને ઘરફોડ ચોરીના 50 ટકા ગુનાઓ ઉકેલવામાં સફળ નથી રહી


જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર ગુજરાત પોલીસ છેલ્લા પાંચ વર્ષમાં ચોરી અને ઘરફોડ ચોરીના 50 ટકા ગુનાઓ ઉકેલવામાં અસફળ રહી છે. રાજ્યમાં 2018 અને 2023 ની વચ્ચે 97,950 ચોરી  અને ઘરફોડ ચોરીઓ નોંધાઈ હતી. તેમાં માત્ર 46,636 કેસ ઉકેલવામાં આવ્યા છે.  2020 અને 2021ના દરમિયાન જ્યારે લોકો મોટાભાગે લોકડાઉન અને કર્ફ્યુને કારણે ઘરે જ રહેતા હતા ત્યારે ચોરીની ઘટનાઓ ઓછી બની હતી. આ બે વર્ષમાં રાજ્યભરમાં ચોરીની 10,000 જેટલી ઘટના બની હતી.