જામનગરઃ શહેરમાં મહિલા સંચાલિત કુટણખાનું ઝડપાતા ચકચાર મચી ગઈ છે. મહિલા લાંબા સમયથી બહારથી યુવતીઓ લાવીને કૂટણખાનુ ચલાવતી હતી. સિટી-સી ડિવિઝન પોલીસને બાતમી મળતાં તેમણે ડમી ગ્રાહક મોકલ્યો હતો. ડમી ગ્રાહક ત્યાં પહોંચતા મહિલાએ તેની સાથે પૈસાની લેતી દેતી કરી હતી. તેમજ એક યુવતીને તેની સાથે શરીરસુખ માણવા મોકલી હતી. 


બીજી તરફ ઇશારો મળતાં જ પોલીસે રેડ પાડી બધાને રંગેહાથે ઝડપી પાડ્યા હતા. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, લોકો પાસેથી એક હજારથી 2 હજાર રૂપિયા લઈને યુવતીઓ સાથે શારીરિક સુખ માણવા દેવામાં આવતું હતું. જામનગરમાં યોગેશ્વરધામ સોસાયટી વિસ્તારમાંથી મહિલા સંચાલિત કુટણખાનું પકડાયું છે. પોલીસે ડમી ગ્રાહક મોકલીને કુટણખાનુ ચલાવનારી બે મહિલાઓ અને બે પુરુષો સહિત ૪ શખ્સોને અટકાયતમાં લીધા છે. 


ઝડપી પાડેલ કુટણખાનામાંથી અશ્લીલ ચીજવસ્તુઓ રોકડ રકમ વગેરે કબજે કર્યા છે. મહારાષ્ટ્ર અને જામનગરની ૨ યુવતીઓ મારફતે દેહવિક્રયનો વ્યવસાય ચલાવવામાં આવતો હોવાનું ખુલ્યું છે. હાલ આ કુટણખાનું કેટલા સમયથી ચાલુ છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે.


Surat : યુવતીએ હીરાના વેપારી સાથે મીઠી મીઠી વાતો કરી મળવા બોલાવ્યો, માણ્યું શરીરસુખ ને પછી તો....


સુરતઃ પુણામાં હીરાના વેપારીને અજાણી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવા ભારે પડી ગયા હતા. પુણાના હીરાના વેપારીને યુવતીએ હનીટ્રેપમાં ફસાવી 3 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો. જોકે, વેપારીએ પોલીસ ફરિયાદ કરતાં યુવતી સહિત બે આરોપીઓની પોલીસ ધરપકડ કરી લીધી છે. ગેંગના 10 સભ્યો દ્વારા વેપારીને હનીટ્રેપમાં ફસાવીને તોડ કરવામાં આવ્યો હતો. 
 
પુણા પોલીસે યુવતી સહિત બે લોકોની ધરપકડ કરતાં  ચોંકાવનારી માહિતી બહાર આવી છે. કુલ 10 આરોપીઓએ હનીટ્રેપ કર્યું હતું.  પુણા પોલીસે સીસીટીવીના આધારે પુણા વિસ્તારમાંથી આરોપીઓને ઝડપી પાડ્યા છે. હનીટ્રેપમાં ભારતી, મંજુ, હિરલ,સોનુ સનોબર ઉફ્રે સોનુ, સોનલ, અદનાન મકરાની, ચિરાગ જાધવના નામ ખૂલ્યા છે. 


પુણા પોલીસે વેપારીને હનીટ્રેપમાં ફસાવી શરીરસંબંધ બાંધનાર યુવતી અને એક નકલી પોલીસ એવા રીક્ષા ડ્રાઇવરની ધરપકડ કરી છે. પકડાયેલી યુવતીનું નામ સોનુ ઉર્ફે સનોબર અદનાન મકરાની છે. જે યુવકોને લલચાવીને તેમની સાથે શારીરિક સંબંધ બાંધતી હતી. આ પછી અન્ય લોકો ફસાયેલી વ્યક્તિ સાથે તોડ કરતા હતા. 


પોલીસે આ ગેંગના બેની ધરપકડ કરી લીધી છે. જ્યારે ગુનામાં વપરાયેલી રીક્ષા પણ કબ્જે કરવામાં આવી છે. અન્ય ફરાર થઈ ગયેલા આરોપીને શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ હનીટ્રેપમાં મંજુ માસ્ટર માઇન્ડ હોવાનું પણ બહાર આવ્યું છે.