Mahisagar: મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં પોલીસ દ્વારા એક વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો હોવાની ઘટનાએ હવે મોટું રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. આ કેસમાં પોલીસની કાર્યશૈલી અને રાજકીય આગેવાનોની દખલગીરીને લઈ વિવાદ વકર્યો છે. 

પોલીસ પર અત્યાચારનો ગંભીર આરોપઆ અંગે વિગતે વાત કરીએ તો બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ (PI) પર એક વિદ્યાર્થીને નિર્દયતાથી માર મારવાનો ગંભીર આરોપ લાગ્યો છે. એક મંદિરમાં થયેલી ચોરીના કેસમાં માત્ર શંકાના આધારે પોલીસ દ્વારા વિદ્યાર્થીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. પરિવારજનોના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન પોલીસ કર્મચારીઓ અને મહિલા પીઆઈએ વિદ્યાર્થીને પટ્ટા વડે ઢોર માર માર્યો હતો.

વિદ્યાર્થીની તબિયત લથડી

Continues below advertisement
Continues below advertisement

મારને કારણે વિદ્યાર્થીની હાલત બગડતા તેને ઉલટી અને ગભરામણ થવા લાગી હતી, જેના કારણે તેને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતા જ વિવિધ પક્ષના રાજકીય નેતાઓ પીડિત પરિવારની વ્હારે આવ્યા હતા, જેનાથી સ્થાનિક રાજકારણ ગરમાયું છે.

ધવલસિંહ ઝાલાની એન્ટ્રીઆ કેસમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પીડિત વિદ્યાર્થીની મુલાકાત લીધી હતી. તેમણે જિલ્લા પોલીસ વડા સાથે ટેલિફોનિક વાતચીત કરી જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. ધવલસિંહ ઝાલાએ એવો પણ ગંભીર આરોપ લગાવ્યો છે કે પીઆઈ દ્વારા વિદ્યાર્થીના પિતા પર સમાધાન કરવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. ધવલસિંહ ઉપરાંત ધારાસભ્ય માનસિંહ ચૌહાણે પણ પીડિત પરિવારની મુલાકાત લઈને ન્યાયની ખાતરી આપી હતી.

પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન નેતાઓ વચ્ચે વાકયુદ્ધ

હવે આ મામલે હવે પૂર્વ ધારાસભ્ય રાજેશ પાઠકે પણ ઝંપલાવ્યું છે, તેમણે બહારના નેતાઓની દખલગીરી સામે વાંધો ઉઠાવ્યો છે. રાજેશ પાઠકે નામ લીધા વગર ધવલસિંહ ઝાલા પર પ્રહાર કરતા કહ્યું કે, કેટલાક આગેવાનો આ સંવેદનશીલ મુદ્દે 'રાજકીય રોટલા શેકવા' અને વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આ પ્રશ્ન બાલાસિનોરનો છે અને તેમની ટીમ આ સમસ્યા ઉકેલવા સક્ષમ છે. તેમને સરકાર અને પોલીસની તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ છે.

તપાસના આદેશઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ વડાએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. જોકે, હજુ સુધી આ મામલે સત્તાવાર રીતે કોઈ એફઆઈઆર (FIR) દાખલ કરવામાં આવી નથી. અત્યારે સૌની નજર પોલીસ તપાસ અને સરકારના આગામી પગલાં પર ટકેલી છે કે શું ખરેખર જવાબદાર પીઆઈ સામે કાર્યવાહી થશે કે કેમ.