Indian General Election 2024: લોકસભા ચૂંટણીને લઈ ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરી છે. ગુજરાતમાં મતદાનનાં દિવસે જાહેર રજા રહેશે. આગામી ૭ મેનાં રોજ જાહેર રજા રહેશે. સામાન્ય વહિવટ વિભાગે પરિપત્ર જાહેર કરીને આ માહિતી આપી છે.


પરિપત્રમાં આપવામાં આવેલ વિગતો


ભારત સરકારના ગૃહ મંત્રાલયના ૮મી મે, ૧૯૬૮ના જાહેરનામા ક્રમાંકઃ૩૯૧/૬૮/જેયુડીએલ-૩ સાથે વાંચતાં, સને ૧૮૮૧ના વટાઉખત અધિનિયમ (૧૮૮૧ ના ર૬ મા) ની કલમ-રપના ખુલાસાને અનુસરીને ગુજરાત સરકાર લોકસભાની સામાન્‍ય ચુંટણી અને ગુજરાત વિધાનસભાની ૨૬-વિજાપુર, ૧૦૮ - ખંભાત, ૧૩૬-વાધોડીયા, ૮૫- માણાવદર અને ૮૩ પોરબંદરની ખાલી પડેલ ૫ (પાંચ) બેઠકો માટેની પેટા ચુંટણીના કારણે, મંગળવાર તારીખ ૦૭મી મે, ર૦૨૪ / ૧૭, વૈશાખ, ૧૯૪૬ના દિવસે ગુજરાત રાજયમાં જાહેર રજા તરીકે જાહેર કરે છે.


સને ૧૯૫૧ના લોકપ્રતિનિધિત્વ અધિનિયમમાં સને ૧૯૯૬ના લોક પ્રતિનિધિત્વ (સુધારા) અધિનિયમથી દાખલ કરવામાં આવેલ કલમ-૧૩૫-બી(૩) અનુસાર નોંધાયેલ મતદાર જે મતવિભાગમાં વસવાટ કરતો હોય પરંતુ જ્યાં સામાન્ય કે' પેટા-ચૂંટણી હોય તેવા મતવિભાગની બહારના વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક એકમ કે સંસ્થામાં નોકરી કરતો હોય તો પણ તેવા મતદાર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫(બી)(૧) અન્વયે સવેતન રજાનો હક્કદાર રહેશે.


4 જુનના રોજ પરિણામ આવશે



  • તબક્કો 1: 19 એપ્રિલ 2024 મતદાન

  • તબક્કો 2: 26 એપ્રિલ 2024 મતદાન

  • તબક્કો 3: 7 મે 2024 મતદાન

  • તબક્કો 4: 13 મે 2024 મતદાન

  • તબક્કો 5: 20 મે 2024 મતદાન

  • તબક્કો 6: 25 મે 2024 મતદાન

  • તબક્કો 7: 1 જૂન 2024 મતદાન


પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 102 બેઠકો પર મતદાન થશે
પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. આ સમયગાળા દરમિયાન 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં લોકસભાની કુલ 102 બેઠકો પર મતદાન થશે.


26 એપ્રિલે બીજો તબકો, 89 બેઠકો પર મતદાન
બીજો તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે. બીજા તબક્કામાં દેશોના 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ દેશની 89 બેઠકો પર ચૂંટણી થશે. જેમા પરિણામ 4 જૂન આવશે.


ત્રીજા તબક્કામાં 7 મેના રોજ 94 બેઠકો પર મતદાન થશે
ત્રીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકો પર મતદાન થશે. ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે.


13 મેના રોજ ચોથા તબક્કામાં 96 બેઠકો પર મતદાન થશે
ચોથા તબક્કા હેઠળ 13 મેના રોજ મતદાન થશે. આ સમયગાળા દરમિયાન દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો પર મતદાન થશે.


20 મેના રોજ મતદાનના પાંચમા તબક્કામાં 49 બેઠકો પર મતદાન થશે
પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે. આ સમયગાળા દરમિયાન 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થશે. ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે.


25 મેના રોજ છઠ્ઠા તબક્કામાં 57 સીટો પર ચૂંટણી યોજાશે
છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થશે. આ દિવસે દેશના સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થશે.


સાતમા તબક્કામાં 57 સીટો પર થશે મતદાન, 1 જૂને મતદાન થશે
સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થશે. છેલ્લા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ દરમિયાન 57 લોકસભા સીટો પર મતદાન થશે.


લોકસભા ચૂંટણી 7 તબક્કામાં થશે, 19 એપ્રિલથી શરૂ થશે, 4 જૂને પરિણામ આવશે
લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.