પોરબંદરમાં હૈયુ કંપાવી દે તેવી અંધશ્રદ્ધાની ઘટના બની છે. અહીં એક બીમાર માસૂમને ભૂવા ડામ દેતા તેની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી.

Continues below advertisement

પોરબંદરમાં અંધશ્રદ્ધાનો હૈયુ હચમચાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. અહીં  માસૂમ બાળકી બીમારી હતી. જેને હોસ્પિટલ લઇ જવાના બદલે ભૂવા પાસે લઇ ગયા અને ભૂવાએ તેને ડામ આપીને દઝાડી દેતા. બાળકીની હાલત વધુ ગંભીર બનીને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી.આ ઘટના પોરબંદરના બખરલા  ગામની છે. બીમાર બાળકી પર એટલી યાતના કરાઇ કે તેની સ્થિતિ ગંભીર બની ગઇ,. ભૂવા બીમારી બાળકીને સાજી કરવાના દાવા સાથે તેની છાતીમાં ડામ આપ્યાં હતા. ભૂવાના આવા  ક્રૂર ક્રૃત્યના કારણે બાળકીનું ઓક્સિજન લેવલ પણ ઘટી ગયું છે.  હાલ બાળકી ભૂવાના ક્રુર કૃત્યના કારણે જિદગી માટે યાતના સાથે જંગ લડી રહી છે.

. દેશમાં અનેક ટેકનોલોજીના આવી છે તો હાલ ટેકનોલોજીના યુગમાં સારવાર પણ સરળ અને સુદૃઢ બની છે તેમ છતાં પણ હાલ ગ્રામ્ય પંથકમાં બનતા આવા  ચિતાજનક છે. બે માસની બાળકીને કફ અને ભરાણી થઈ જતા આ પરિવારે આ બાળકીને બખરલા વિસ્તારના નેશમાં ભુવા પાસે લઈ ગયા હતા અને બાળકીને ભુવા દ્વારા લોખંડના સળિયા વડે શરીરમાં ડામ આપવામાં આવ્યા હતા.ત્યારબાદ પણ સારું ન થતા બાળકીને સારવાર માટે પોરબંદરની સરકારી ભાવસિંહ જી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.  હતા

Continues below advertisement

Crime News: ખુદ માતા એજ 7 વર્ષના માસૂમ બાળકને આપ્યાં ડામ,પતિએ આરોપી પત્ની સામે કરી ફરિયાદ

Crime News: મહીસાગરના લુણાવાડામાં સાત વર્ષના માસુમ બાળકને ગરમ ચીપિયા વડે ડામ આપવાની ઘટનામાં માતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે. આરોપી સાવકી માતા વિરૂદ્ધ તેના પતિએ જ ફરિયાદ નોંધાવી છે. બાળક ઘરમાં તોફાન કરતુ હોવાથી  સાવકી માતાએ ગુસ્સામાં આવી બાળકને ચીપિયા વડે ડામ આપ્યો હતો. આરોપી મહિલા લુણાવાડા શહેરમાં મધવાસ દરવાજા વિસ્તારમાં બાળકો સાથે એકલી રહેતી હતી.બાળક શાળાએ જતા શિક્ષકોએ ડામ જોતા સમગ્ર વિગત આવી હતી બહાર આવી હતી. મહીસાગર જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તેમજ પોલીસ દ્વારા તપાસ  હાથ ધરવામાં આવી  છે. સમગ્ર ઘટનામાં આરોપી પત્ની સામે પતિ એજ ફરિયાદ કરી છે.

 બાળકનો મળ્યો મૃતદેહ

વાપીના બલિઠામાંથી એક મૃત બાળક ની લાશ મળી મળતાં હડકંપ મળી ગઇ. બલિઠામાં ગામના લોકોએ  ઘટનાની જાણ સરપંચને કરી હતી. પોલીસે આ મામલે પોલીસને જાણ કરી હતી. બાળક કોનું જે તે મુદ્દે હતું કોઇ હકીકત બહાર નથી આવી. તેથી પોલીસે જ મૃતદેહને કબ્જે લઇને વધુ તપાસસ હાથ ધરી છે.