શોધખોળ કરો

Independence Day 2025: સીએમ ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં કર્યુ ધ્વજવંદન, ગાંધીની ભૂમિ પરથી કરી સત્ય અને અહિંસાની વાત

Independence Day 2025: મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં એટહોમ કાર્યક્રમ યોજાયો હતો

Independence Day 2025: દેશવાસીઓ 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યાં છે. દેશભરમાં ઠેર ઠેર તિરંગો લહેરાવાઇ રહ્યો છે, આજે ગુજરાતમાં રાજ્યકક્ષાનું ધ્વજવંદન આ વખતે બાપુની ભૂમિ પોરબંદરમાં કરવામાં આવ્યુ, માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી હતી.

ધ્વજવંદન બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ વર્ષે આદિવાસીઓના વિકાસ માટે રૂ.21 હજાર કરોડથી વધુની રકમ બજેટમાં ફાળવી છે. હવે આપણા યુવાનો જોબ સિકરમાંથી જોબ ગીવર બની રહ્યા છે, નમો લક્ષ્મીમાં અત્યારસુધી 10 લાખ દીકરીઓને લાભ મળ્યો છે, દરિયાકાંઠાના વિસ્તારમાં માછીમારોના વિકાસ માટે સાડા ત્રણસો કરોડની ફાળવણી કરી છે. પોરબંદરમાં યોજાનાર કાર્યક્રમમાં 'બાપુના પગલે તિરંગા ભારત' થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ દરમિયાન વિશ્વ વિખ્યાત મણિયારો રાસ, ટિપ્પણી રાસ, તાંડવ નર્તન અને ઉત્સાહી ગરબા જેવા વિવિધ નૃત્યો પણ કરવામાં આવશે. આ ઉપરાંત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ગુજરાત ગૌરવ એવોર્ડ વિજેતા ગોલ્ડન ગાંધી સહિતની કલાકારોની ટીમ પણ હાજર રહેશે અને આ કાર્યક્રમમાં પરફોર્મન્સ કરશે. 

મુખ્યમંત્રીએ સ્વાતંત્ર્ય દિવસની શુભકામના પાઠવી
સ્વાતંત્ર્ય દિવસની શુભકામના પાઠવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે, '79માં સ્વાતંત્ર્ય પર્વની નાગરિકોને હાર્દિક શુભકામના. અનેક સ્વાતંત્ર્ય સેનાની-ક્રાંતિકારીઓના સમર્પણ તથા અસંખ્ય દેશવાસીઓના અવિરત સંઘર્ષથી આપણને આઝાદ ભારત મળ્યું છે. ભારતમાતાની આઝાદી માટે જીવન ખપાવનાર એ સૌ વીરોને કૃતજ્ઞતા સહ વંદન કરૂ છું. આપણી સામે 'વિકસિત ભારત'ના નિર્માણનું મહાન લક્ષ્ય છે. આવો, આપણે સૌ આ લક્ષ્યને સાકાર કરવા, અને ભારતમાતાને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરાવવા કૃત સંકલ્પ થઈએ.'

મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં એટહોમ કાર્યક્રમ યોજાયો હતો. પોરબંદર સ્થિત જવાહર નવોદય વિદ્યાલય ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, મંત્રી કુંવરજી બાવળિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલે સૌને 79માં સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, આજનો દિવસ પૂજ્ય ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને રાષ્ટ્રભક્તોનું સ્મરણ કરવાનો દિવસ છે. પૂજ્ય ગાંધીજીએ આઝાદીની ચળવળ દરમિયાન દેશની ભવ્ય રાષ્ટ્રીય અને આધ્યાત્મિક વિરાસતને બચાવવા જે પ્રયત્નો કર્યા હતા, તેનું અનુકરણ આજની પેઢી કરે તો ભારત ચહુમુખી વિકાસ કરી શકશે અને આપણે સૌએ આ વિકાસયાત્રામાં સહભાગી બનવું જોઇએ. 

 

ટોપ સ્ટોરી

સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 મા અમદાવાદ, સાણંદ અને સુરતે મારી બાજી, નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત
સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 મા અમદાવાદ, સાણંદ અને સુરતે મારી બાજી, નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત
મોંઘવારીનો માર વેઠતી જનતાને વધુ એક ફટકો,અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો
મોંઘવારીનો માર વેઠતી જનતાને વધુ એક ફટકો,અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો
Botad: બોટાદમાં 250 વર્ષ જૂની પરંપરા, નવાવર્ષે માલધારી સમાજે ગૌધન દોડાવ્યું, તો ક્ષત્રિય સમાજે યોજી અશ્વ હરીફાઈ
Botad: બોટાદમાં 250 વર્ષ જૂની પરંપરા, નવાવર્ષે માલધારી સમાજે ગૌધન દોડાવ્યું, તો ક્ષત્રિય સમાજે યોજી અશ્વ હરીફાઈ
Aravalli: સાકરીયા ગામનો અનોખો લોકોત્સવ, લાલ શિંગડા અને પશુદોડ સાથે કરાઈ નવા વર્ષની ઉજવણી
Aravalli: સાકરીયા ગામનો અનોખો લોકોત્સવ, લાલ શિંગડા અને પશુદોડ સાથે કરાઈ નવા વર્ષની ઉજવણી

વિડિઓઝ

Asam Train Derail:કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
કેદારનાથ મંદિરના કપાટ થયા બંધ, રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન
શેર બજારમાં તેજી, ઓપનિંગમાં આજે હરિયાળી, સેંસેક્સ નિફ્ટીમાં ઉછાળો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં તહેવારોની મોજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારીનો માર વેઠતી જનતાને વધુ એક ફટકો,અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો
મોંઘવારીનો માર વેઠતી જનતાને વધુ એક ફટકો,અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો
સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 મા અમદાવાદ, સાણંદ અને સુરતે મારી બાજી, નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત
સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 મા અમદાવાદ, સાણંદ અને સુરતે મારી બાજી, નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડની તબિયત લથડી, મોર્નિંગ વોક દરમિયાન બેભાન થઈને ઢળી પડ્યા, એઈમ્સમાં દાખલ
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડની તબિયત લથડી, મોર્નિંગ વોક દરમિયાન બેભાન થઈને ઢળી પડ્યા, એઈમ્સમાં દાખલ
અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે
અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે
પેટ કમિન્સ સહિત આ 4 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે સનરાઇઝર્સ હૈદરાબાદ, જુઓ લિસ્ટ
પેટ કમિન્સ સહિત આ 4 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે સનરાઇઝર્સ હૈદરાબાદ, જુઓ લિસ્ટ
ઊર્જા સંકટના આંચકાઓ છતાં ભારત અડગ; દેશના GDP ગ્રોથને લઈને મૂડીઝની મોટી આગાહી
ઊર્જા સંકટના આંચકાઓ છતાં ભારત અડગ; દેશના GDP ગ્રોથને લઈને મૂડીઝની મોટી આગાહી
U19 Asia Cup 2026: શું ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટકરાશે કે નહીં? આ દિવસે થશે નિર્ણય
U19 Asia Cup 2026: શું ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટકરાશે કે નહીં? આ દિવસે થશે નિર્ણય
હાર્દિક પંડ્યાની એન્ટ્રી, હવે પંજાબે IPL 2027 માટે જાહેર કર્યું કેપ્ટનનું નામ
હાર્દિક પંડ્યાની એન્ટ્રી, હવે પંજાબે IPL 2027 માટે જાહેર કર્યું કેપ્ટનનું નામ
Embed widget