તમામ પ્રાથમિક શાળામાં શિક્ષકોની 100 ટકા હાજરી માટે સૂચના આપવામા આવી હતી. અત્યાર સુધી કોરોના સંક્રમણના પગલે શિક્ષકોને રોટેશન મુજબ બોલાવવામા આવતા હતા.
શિક્ષણ વિભાગના ટોચના અધિકારીઓનું કહેવું છે કે સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી ક્ષેત્રના ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવા માટે શિક્ષણમંત્રીને દરખાસ્ત મોકલી દેવામાં આવી છે. છેલ્લા બે સપ્તાહથી કેબિનેટની બેઠક મળી નથી. 15 ફેબ્રુઆરીથી ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવા માટે રવિવાર સુધીમાં નિર્ણય લેવાઈ શકે છે.
કોરોના સંક્રમણમાં સતત ઘટાડો થયા બાદ 11 જાન્યુઆરીથી ધોરણ 10-12 અને કૉલેજના વર્ગો શરૂ થયા હતા. 1 ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ 9થી12 શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા હવે ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવા તૈયારીઓ કરવામાં આવી રહી છે.