MORBI : મોરબીના ભરતનગર ખોખરા હનુમાન હરિહરધામ ખાતે 108 ફૂટની હનુમાનજીની પ્રતિમાના અનાવરણ અવસરે ભવ્ય શ્રી રામ કથાનું આયોજન કરેલ છે જેમાં આવતીકાલે 16 એપ્રિલે પીએમ નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ સંબોધન કરશે. 


મોરબીના ભરતનગર ખોખરા હનુમાન હરિહરધામ ખાતે માઁ કનકેશ્વરીદેવીજી શ્રી રામકથા રસપાન કરાવી રહ્યા છે. કથામાં આવતા પ્રસંગો ધામધુમથી ઉજવાઈ રહ્યા છે. રોજ હજારો ભાવિકો કથાશ્રવણ સાથે મહાપ્રસાદનો લાભ લઇ રહ્યા છે. આજે  કથાનો આઠમો દિવસ છે અને તે દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત રાજયના મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ સહીત અનેક ધારાસભ્યો, દેશભરમાંથી સંતો મહંતો, ગૌ શાળા સંચાલકો, કથાકારો સહિત વિશાળ સંખ્યામાં અગ્રણીઓએ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લીધો છે.


આ કથાના નવમા અને અંતિમ દિવસે આવતીકાલે 16 એપ્રિલ ને શનિવારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ પ્રસંગે સવારે 11  વાગ્યાથી સતત 45 મિનીટ સુધી વર્ચ્યુઅલી  જોડાશે અને સંબોધન કરશે. ખોખરા હનુમાન સમિતિ દ્વારા હનુમાન જયંતિ પણ ધામધુમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. રાત્રે સંતવાણીના કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ ભજનીક કિર્તીદાનગઢવી અને તેનું ગ્રુપ ભજનોની રમઝટ બોલાવશે.    


સાળંગપુરમાં  હનુમાન જયંતીની ઉત્સાહભેર ઉજવણી


બોટાદ જિલ્લાના વિશ્વ વિખ્યાત સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર હનુમાન જયંતીની ઉત્સાહભેર ઉજવણી થવા જઈ રહી છે. હનુમાન જયંતિ પહેલા સાળગપુરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી છે. આ શોભાયાત્રા આજે 15 એપ્રિલે બપોરના 4 થી 7વાગ્યા સુધી નીકળશે. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ મસ્તક ઉપર દાદાનું અભિષેક જળ લઈને ઉપસ્થિત રહેશે251 પુરુષો અને મહિલાઓ માથા ઉપર સાફા ધારણ કરીને શોભાયાત્રામાં જોડાશે. આ શોભાયાત્રા નારાયણ કુંડથી કષ્ટભંજન મંદિર સુધી જશે. 


શ્રી સ્વામિનારાયણ મંદિરવડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે  શુક્રવારના રોજ હનુમાન જયંતી મહોત્સવ પવિત્ર પ્રસંગે રાત્રે 8.30 વાગ્યાથી મોડી સુધીરાત્રે મંદિર પરિસરમાં ભવ્ય લોકડાયરોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોક સાહિત્યકાર બ્રિજરાજદાન ગઢવી, હાસ્યકલાકાર હિતેશભાઈ અંટાળા અને જાદુગર અમિતભાઈ સોલંકી, ભજનિક સાગર મેસવાણીયા શ્રદ્ધાળુઓને જમાવટ કરાવશે.