આ લેબોરેટરીમાં અમદાવાદની ત્રણ અને સુરતની એક ખાનગી લેબોરેટરીનો સમાવેશ થાય છે. અમદાવાદની ત્રણ લેબોરેટરીમાં યુનિપથ સ્પેશિયલ લેબોરેટરી (એલિસબ્રિજ), સુપ્રારેટક મોઈક્રોપથ લેબોરેટરીઝ (એલિસબ્રિજ), પેનજીનોમિક્સ ઈન્ટરનેશનલ (એલિસબ્રિજ)નો સમાવેશ થાય છે. સુરતની એસ.એન. જીનલેબ (નાનપુરા)ને મંજૂરી અપાઈ છે.
કેન્દ્ર સરકારે જે ખાનગી લેબોરટરીમાં કોરોનાના ટેસ્ટની મંજૂરી આપી છે તેમાં દિલ્હીમાં 6, ગુજરાત 4, હરિયાણામાં 3 , મહારાષ્ટ્રમાં 9, ઓરિસ્સામાં 1, તામિલનાડુમાં 4, તેલંગાણામાં 5 અને પશ્ચિમ બંગાળમાં 1 પ્રાઇવેટ લેબનો સમાવેશ થાય છે.
દેશમાં કોરોનાની તપાસ માટે સરકાર તરફથી 109 લેબોરેટરી બનાવાઈ છે. આ સિવાય 12 બીજી લેબોરેટરી બનાવાની યોજના છે એટલે કે દેશમાં 121 સરકારી લેબોરેટરીમાં કોરોનાની તપાસ થઇ શકે છે.