Gaurav yatra: ગુજરાતની બીજેપી સરકારે વિધાનસભાની ચૂંટણી પહેલા ગૌરવયાત્રાનું આયોજન કર્યું છે. જો કે, આ ગૌરવયાત્રાને કેટલીક જગ્યાએ વિરોધનો સામનો પણ કરવો પડી રહ્યો છે. ખાસ કરીને પાટણ જિલ્લામાં ગૌરવયાત્રામાં અર્બુદા સેનાનો વિરોધ યથાવત છે. પાટણમાં અર્બુદા સેનાનો છેલ્લા 24 કલાકમાં ત્રીજી વખત વિરોધ સામે આવ્યો છે. પાટણથી ચાણસ્મા નીકળેલ ગૌરવયાત્રામાં ઘીણોજ બાદ રાધનપુરમાં પણ વિરોધ જોવા મળ્યો હતો. ભાજપની ગૌરવયાત્રાનો રાધનપુરમાં અર્બુદા સેનાએ વિરોધ કર્યો હતો. જે બાદ પરિસ્થિતિને કાબુમાં લેવા પોલીસે અર્બુદા સેનાના 50થી વધુ કાર્યકરોની અટકાયત કરી છે. હાલ આ તમામ કાર્યકર્તાઓને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા છે.
કયા દિગ્ગજ નેતાની કોંગ્રેસમાંથી ટિકિટ પાક્કી?
મિશન 2022ના કોંગ્રેસના સંભવિત ઉમેદવારની યાદી abp અસ્મિતા પર આવી છે. સ્ક્રીનીંગ કમિટીની બેઠકમાં જે નામ અંગે થશે ચર્ચા થઈ તે નામ abp અસ્મિતા પાસે આવ્યો છે. સૌરાષ્ટ્રની બેઠકોના સંભવિત ઉમેદવારોની યાદી સૌપહેલા abp અસ્મિતા પર છે. આ યાદીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાનું નામ પોરબંદરથી ફાઇનલ માનવામાં આવી રહ્યું છે. પોરબંદરની બેઠક પર સર્વસંમતિથી અર્જુન મોઢવાડિયાનું નામ નક્કી થઈ ગયું છે. તેમને ટિકિટ આપવાનું નક્કી છે. આવતી કાલે આ સંભવિત યાદી પર સ્ક્રીનિંગ કમિટીમાં નક્કી કરવામાં આવશે. જોકે, આ ઉમેદવારો નક્કી નથી થયા. સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી. નીચે આપેલા નામ પેનલના છે.
માણાવદરઅરવિંદ લાડાણી હરિભાઈ પટેલ
રામદેવસિંહ જાડેજામોહમ્મદ જતરાજેશ આહીર
ભુજ અર્જુન ભૂડીયા રાજેન્દ્રસિંહ જાડેજા
જામનગર સિટી રચના નાંદાણીયાકરણદેવસિંહ જાડેજા
ભાવનગર વેસ્ટબળદેવ સોલંકીરાજુ સોલંકીકે કે ગોહિલ
ભાવનગર ઇસ્ટનીતા રાઠોડ જીતુ ઉપાધ્યાય
પાલીતાણા પ્રવીણ રાઠોડ
મહુવાકનુભાઈ કળસરિયા રાજ મહેતા
પોરબંદર અર્જુન મોઢવાડિયા
આવતી કાલે મોદી રેસકોર્સમાં વિશાળ જનસભાને સંબોધશેઆવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. રાજકોટના રેસકોર્સમાં વડાપ્રધાન મોદી વિશાળ જનસભાને સંબોધન કરશે . એરપોર્ટ થી રેસકોર્સ સુધી ભવ્ય રોડ શો યોજાશે. અંદાજીત પાંચ હજાર કરોડના કામોના લોકાર્પણ કરશે. સૌરાષ્ટ્ર ભરમાંથી અંદાજીત દોઢ લાખ લોકો હાજર રહેશે. રાજ્ય સરકારના મંત્રીઓ,ધારાસભ્યો,સાંસદો,સંગઠનનાહોદેદારો હાજર રહેશે. સૌરાષ્ટ્રમાં સતત આમ આદમી પાર્ટીના નેતાઓના પ્રચાર બાદ પ્રધાનમંત્રી રાજકોટમાં. પ્રધાનમંત્રી એક અઠવાડિયામાં બીજીવાર રાજકોટમાં. આ પહેલા જામકંડોરણા વિશાળ સભાને સંબોધન કર્યું હતુ. રેસકોર્સ ગ્રાંઉડમાં વિશાળ પાંચ ડોમ બનાવામાં આવ્યા.