Gujarat Budget : યાત્રાધામના વિકાસ માટે 550 કરોડની જોગવાઇ, સોમનાથનો ગ્લોબલ ડેસ્ટિનેશ તરીકે થશે વિકાસ
Gujarat Budget 2026: આજે વિધાનસભા સત્રના ત્રીજા દિવસે નાણામંત્રીએ પાંચમી વખત બજેટ રજૂ કરતા ગુજરાતના યાત્રાધામના વિકાસ માટે કરોડોની રકમની જોગવાઈ સૂચવી છે. જેમાં સોમનાથ અંબાજી સહિતના યાત્રાધામનો સમાવેશ થાય છે.

Gujarat Budget 2026: આજે રાજ્યના નાણામંત્રી કનુભાઇ દેસાઇએ રાજ્યના 2026 અને 27નું બજેટ રજૂ કરતા કેટલીક મહત્વની જાહેરાત કરી છે. જેમાં રાજ્યના યાત્રાધામના વિકાસ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત યાત્રાધામના વિકાસ માટે બજેટમાં કરોડોની જોગવાઇ કરાઇ છે. અંબાજી કોરીડોર માસ્ટરપ્લાન અને સર્વાંગી વિકાસ માટે ₹300 કરોડની ફાળવણી કરવામાં આવી છે. બહુચરાજી, ગીરનાર અને નર્મદા પરિક્રમા માટે શ્રદ્ધાળુઓની સુવિધા માટે ₹55 કરોડ જોગવાઇ કરાઇ છે. બીચ ટુરિઝમ માટે પણ બજેટમાં અલગ બજેટ ફાળવવામાં આવ્યું છે.
: સોમનાથ, શિવરાજપુર અને વિસાવડા-પોરબંદરના વિકાસ માટે ₹60 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ઉપરાંત સોમનાથ અને અંબાજીમાં આઇકોનિક બસ સ્ટેશનો બનાવવાની પણ જાહેરાત કરાઇ છે. જેના માટે ₹447 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત ગુજરાતની વેડિંગ ડેસ્ટિનેશન તરીકે પણ એક આગવી ઓળખ ઉભી થાય તેવા પ્રયાસ કરવામાં આવશે,
સોમનાથમાં મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ બનાવા 447 કરોડની ફાળવણી કરાઇ છે.
ખેડૂતો માટે શું કરી જાહેરાત
ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. નાણામંત્રીએ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. નાણામંત્રી કનુ દેસાએ કહ્યું કે, ખેતી અને ખેડૂત કલ્યાણને પ્રાથમિકતા આપતા બજેટમાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. કૃષિ યાંત્રિકીકરણને પ્રોત્સાહન આપવા ટ્રેક્ટર, હાર્વેસ્ટર સહિતના સાધનો માટે ₹1565 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કુદરતી આફતો સમયે ખેડૂતોને રાહત મળે તે માટે કૃષિ રાહત પેકેજ હેઠળ ₹11,000 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. ટેકાના ભાવે ખરીદી અંતર્ગત 9.50 લાખ ખેડૂતો પાસેથી અંદાજે ₹18,000 કરોડની કૃષિ ઉપજ ખરીદવામાં આવી છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માર્કેટિંગ અને પ્રમાણપત્ર સહાય માટે ₹39 કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત વિવિધ પાકોને ધ્યાનમાં રાખીને 6 નવા ‘સેન્ટર ઓફ એક્સલન્સ’ સ્થાપવાના પણ એલાન કરવામાં આવ્યા છે.
- ખેડૂતોને ખેતીક્ષેત્રે થતો ખર્ચ ઘટાડવા તેમજ પાક ઉત્પાદન અને આવક વધારવા યાંત્રિકીકરણનું મહત્વ છે. ટ્રેકટર, પાવરટીલર, સીડડ્રીલ, હાર્વેસ્ટર જેવા યંત્રો દ્વારા ખેતીકામમાં ઝડપ અને ચોકસાઇ આવે છે. નાના-સીમાંત સહિતના ખેડૂતો માટે કૃષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા ₹1565 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
- વધુમાં વધુ ખેડૂતો પાકૃતિક ખેતી અપનાવે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. જેનો વ્યાપ વધારી પ્રોત્સાહન આપવા સેન્ટર ઓફ એક્સલન્સ ઊભા કરવા, બજાર સુવિધા ઉપલબ્ધ કરાવવા, માર્કેટિંગ અને બ્રાન્ડ પ્રમોશન તથા હેન્ડ હોલ્ડિંગ અને સર્ટીફિકેશન સહાય માટે ₹39 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
- રાજ્યમાં ડાંગર, કઠોળ, તેલીબિયાં, ફાર્મ મિકેનાઇઝેશન, વેલ્યુ એડીશન અને એગ્રો પ્રોસેસિંગ માટે 6 સેન્ટર ઓફ એક્સલન્સ કેન્દ્ર ઊભા કરવાનું આયોજન છે. જેના માટે ₹12 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.























