જૂનાગઢઃ જૂનાગઢના સંત પુનિત આચાર્ય દેવલોક પામતા તેમના અનુયાયીઓમાં શોદની લાગણી ફેલાઈ ગઈ છે. ગિરનાર ક્ષેત્રના સાત્વિક સંત તરીકે જાણીતા સંત પુનિત આચાર્ય સરળ વ્યક્તિત્વ ધરાવતા હતા.


સંત પુનિત આચાર્ય તરીક જાણીતા સંત પુનિતાચારીજી ગુરૂદત્ત મહારાજના ઉપાસક હતા. વરદાની મહામંત્ર ‘હરિ ૐ તત્સત જય ગુરુદત્ત’ના પ્રણેતા ગિરનાર સાધના આશ્રમ જૂનાગઢના આદ્યસ્થાપક સંત પુનિત આચાર્યના પુનિત આશ્રમમાં દેશ વિદેશથી પણ ઘણાં લોકો યોગ અને ધ્યાન માટે આવતા હતા.


સંત પુનિત આચાર્યે સહજ ધ્યાન યોગ શિબિરો દ્વારા ભારતીય સંસ્કૃતિમાં અત્યંત મહત્વની ધ્યાન પરંપરાને જીવંત રાખવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. સંત પુનિત આચાર્યે સહજ ધ્યાન યોગ અને ‘હરિ ૐ તત્સત જય ગુરુદત્ત’ મંત્ર દ્વારા ઘણાં લોકોનાં જીવને સાત્વિક બનાવવામાં મોટું યોગદાન આપ્યું હતું. દેશ-વિદેશમાં ફેલાયેલા તેમના અનુયાયીઓ તેમના નિધનના સમાચારથી શોકમાં છે. લોકો મોટી સંખ્યામાં તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે ઉમટી રહ્યા છે.