આ જાહેરાત પ્રમાણે ઓખા-મુંબઈ ટ્રેન 2 કલાક 20 મિનિટ વહેલી ઉપડશે જ્યારે હાવડા ઓખા ટ્રેન ત્રણ કલાક વહેલી કરાઈ છે. સોમનાથ જબલપુર ટ્રેન 10 મિનિટ વહેલી કરાઈ છે અને સોમનાથથી જબલપુર જવા અઠવાડિયમાં 5 દિવસ ટ્રેન ઉપડશે. આ ટ્રેનનો ઉપડવાનો સમય 9.55 am હશે.
આ ઉપરાંત અમદાવાદ અને સુરતથી જતી ટ્રેનોના સમય પણ બદલાયા છે. આવતીકાલથી અમદાવાદથી દિલ્લી જવા માટે સ્પેશિયલ ટ્રેન સાંજે 6.30 કલાકે નિકળશે જ્યારે આવતીકાલથી અમદાવાદથી દિલ્લી જવા રાજધાની સુપર ફાસ્ટ ટ્રેન સાંજે 5.45 pm ઉપડશે. અઠવાડિયામા ત્રણ દિવસ બાંદ્રાથી-ભાવનગર માટે સ્પેશિયલ ટ્રેન સાંજે 7.10 Pm કલાકે ઉપડશે. સુરતથી મુંબઈ સેન્ટ્રલ માટે સુપર ફાસ્ટ ટ્રેન રોજ સાંજે 5.55 PM કલાકે ઉપડશે જ્યારે સુરતથી છપરા માટે સ્પેશલ એક્સપ્રેસ ટ્રેન દોડશે સવારે 10.10 કલાકે ઉપડશે. અઠવાડિયામાં એક વાર વલસાડથી મુઝફ્ફરપુર જવા માટે સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન દોડશે સાંજે 10.20 કલાકે ઉપડશે.