Rain Forecast:હવામાનને લઈને જાણીતા હવામાન નિષ્ણાંત Ambalal Patel દ્વારા મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 23 મેના રોજ આંદામાન-નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની શક્યતા છે. સાથે જ 26 મે આસપાસ કેરળ કાંઠે ચોમાસાનું આગમન થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.તેમણે વધુમાં જણાવ્યું કે, અરબ સાગર આગામી દિવસોમાં વધુ સક્રિય રહેશે અને વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા પણ છે. 19 મેથી 23 મે દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી માહોલ સર્જાઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.આ ઉપરાંત 8 જૂનના રોજ અરબ સાગરમાં પવનની દિશામાં ફેરફાર થવાની શક્યતા હોવાનું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે. જ્યારે 23 જૂનથી 28 જૂન વચ્ચે રાજ્યમાં સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે આ આગાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આ પણ વાંચો:Weather forecast: રાજ્યમાં 18 મે બાદ આ જિલ્લામાં પડશે ગાજવીજ સાથે વરસાદ, હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહીગુજરાતમાં આગામી એક સપ્તાહ દરમિયાન ગરમી અને પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની મિશ્ર અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગ (IMD) મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં અને ગાજવીજની શક્યતા છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને કેટલાક મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આ સ્થિતિ 18 મે બાદ જોવા મળી શકે છે. અમદાવાદ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં ગરમી યથાવત રહી શકે છે, તાપમાન 40°C આસપાસ રહેવાની શક્યતા છે.દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને ડાંગ વિસ્તારમાં પ્રિ-મોન્સૂન વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાદળછાયું વાતાવરણ સાથે કેટલાક સ્થળોએ પવનની ગતિ વધી શકે છે.અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય બનતાં ભેજનું પ્રમાણ વધશે, જેના કારણે ગરમી સાથે ઉકળાટનો અનુભવ થઈ શકે છે.IMD એ કેરળમાં ચોમાસું 26 મે આસપાસ પહોંચવાની શક્યતા દર્શાવી છે, જેના પ્રભાવથી ગુજરાતમાં પણ હવામાનમાં ધીમે ધીમે ફેરફાર જોવા મળી શકે છે
