Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 12 મે સુધી ભારે પવન સાથે વરસાદ વરસશે. હાલ અરબ સમુદ્ર પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થયું છે. જેના કારણે છેલ્લા 2 દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આજે મોટાભાગના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે 70થી 80 કિમીની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાત એ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે. 10 મે બાદ ધીરે ધીરે આ સ્થિતિ નોર્મલ થઇ જશે પરંતુ 12 મે સુધી રાજ્યમાં છૂટછવાયો વરસાદ ભારે પવન સાથે વરસી શકે છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પૂર્વ સહિત કચ્છ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ દિવસભર રહેશે અને આ સાથે ભારે પવન સાંજે બપોર બાદ વરસાદનુ પણ અનુમાન છે.
રાજ્યના 25થી વધુ જિલ્લા માટે આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે. 25થી વધુ જિલ્લામાં 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકથી ઝડપે પવન સાથે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ કલાકમાં કચ્છ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથને વરસાદ ઘમપરોળશે.
અમદાવાદ, ખેડા,આણંદ, વડોદરા, ડાંગમાં પણ ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે. તાપી, ભરૂચ, નર્મદા, નવસારી, સુરત, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, બનાસકાંઠા,સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર પણ પવન સાથે વરસાદની આગાહી છે. તો દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદનું અનુમાન છે. દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગરમાં પણ છૂટ્ટા છવાયા હળવા વરસાદનું અનુમાન છે.
છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં કમોસમી વરસાદ
- ખેડાના કપડવંજમાં સૌથી વધુ પોણા બે ઈંચથી વધુ વરસાદ
- ગાંધીનગરના માણસા અને ભાવનગરના સિહોરમાં દોઢ ઈંચ વરસાદ
- મહેસાણાના જોટાણા અને વડોદરા શહેરમાં સવા ઈંચ વરસાદ
- મહેસાણા, કડી, ભાવનગર શહેર અને તાપીના ડોલવણમાં એક ઈંચ વરસાદ
- નડિયાદ, ખાનપુર અને દસાડા તાલુકામાં એક ઈંચ વરસાદ
- સોજીત્રા, કામરેજ, દિયોદર, વિજાપુર, પ્રાંતિજમાં પોણો ઈંચ વરસાદ
- ચોટીલા, બાયડ, દેહગામ, મહેમદાવાદમાં પોણો ઈંચ વરસાદ
- હિંમતનગર, ગાંધીનગર, ધોળકા અને માંડલમાં અડધા ઈંચથી વધુ વરસાદ
- મૂળી, તારાપુર, મહુધા, રાણપુર, પાદરામાં અડધો ઈંચ વરસાદ
- હળવદ, ભાભર, લખતર, વસોમાં અડધો ઈંચ વરસાદ
- તલોદ, હાંસોટ, લખપત, ધનસુરા, ચુડાસમામાં અડધો ઈંચ વરસાદ