Gujarat Rain Forecast: રાજ્યમાં બહુ લાંબા સમયથી વરસાદે વિરામ લેતા ઘરતી પુત્રો ચિંતામાં મૂકાયા છે પરંતુ સારા સમાચાર એ છે કે, બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા સર્જાતા અને આ સિસ્ટમ ગુજરાત તરફ આવતા 12 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર સુધી સાર્વત્રિક સારા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 12 સપ્ટેમ્બરથી આ સિસ્ટમની અસર વર્તાશે અને ગુજરાત રિજ્યનમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના અનુમાન મુજબ 12 સપ્ટેમ્બરથી ગુજરાત રિજ્યનમાં ભારે વરસાદ વરસશે
12 સપ્ટેમ્બરથી મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, તાપી, સુરતમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ વરસવાનું અનુમાન છે. ટૂંકમાં 12 અને 13 સપ્ટેમ્બર પૂર્વ ગુજરાત, દક્ષિણ, ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 12 અને 13 તારીખે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
આ પણ વાંચો: રાજકોટના કોર્પોરેટરોને નડી મોંઘવારી, 15 હજારથી સીધો 50 હજાર પગાર કરવાની માંગણી કરતા રાજકારણ ગરમાયું
13 સપ્ટેમ્બર બાદ આ સિસ્ટમની અસર ગુજરાત પર થશે. 13 સપ્ટેમ્બર બાદ 2 દિવસ સૌરાષ્ટ્સમાં ભારે વરસાદનું અનુમાન છે. ખાસ કરીને જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ભાવનગર, બોટાદ, ઉપલેટા, ધોરાજી અને આસપાસના ગામડા સહિત સમગ્ર રાજકોટ જિલ્લામાં વરસાદની શકયતા વ્યકત કરવામાં આવી છે. હવામાન વિભાગના અંદાજ મુજબ 12થી 17 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા છે જો કે 16 સપ્ટેમ્બરથી વરસાદનું જોર ઘટી જશે.
દેશના ઘણા ભાગોમાં ચોમાસા પૂરજોશમાં જામ્યુ છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ 11 સપ્ટેમ્બર માટે હવામાન ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગ અનુસાર, છત્તીસગઢ, ઓડિશા અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે. વધુમાં, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ સહિત ઘણા રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવના છે.
ઓડિશા, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી11 સપ્ટેમ્બરના રોજ, છત્તીસગઢ, ઓડિશા અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદની સંભાવના છે. બંગાળની ખાડીમાંથી ભેજવાળા પવનો અને હવામાનમાં દબાણ વધવાને કારણે, વરસાદ વધુ તીવ્ર બની શકે છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાનું અને નદીના સ્તરમાં વધારો થવાનું જોખમ પણ છે. ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, વિદર્ભ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ ભારે વરસાદની સંભાવના છે. કેરળ, તેલંગાણા, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પણ પડી શકે છે.
